ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
તમે તમારી દીકરીના ભવિષ્ય માટે રૂપિયાની બચત કરી રહ્યા હોવ તો LICની એક ફાયદાકારક સ્કીમ છે, એમાં રોકાણ કરીને ઓછી આવકવાળા પિતા તેની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશે.
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)એ એક ખાસ સ્કીમ LIC કન્યાદાન પૉલિસી કાઢી છે. LICની આ સ્કીમ ઓછી આવકવાળાં માતાપિતાને તેમની દીકરીનાં લગ્ન માટે રકમ ભેગી કરવામાં મદદ કરશે. એમાં દીકરીના ઍકાઉન્ટમાં તેનાં લગ્ન વખતે 22 લાખ રૂપિયા મળશે.
LICની આ પૉલિસીમાં ગ્રાહકે રોજ ૧૫૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે દીકરીનાં લગ્ન કરવાનાં હશે ત્યારે 22 લાખ રૂપિયા મળશે. આ પૉલિસી લીધા બાદ પિતાનું મૃત્યુ થઈ જાય તો રોકાણ કરવું નહીં પડે. પૉલિસી એ જ રીતે ચાલતી રહેશે. સાથે જ પિતાના મૃત્યુ બાદ 10 લાખ રૂપિયા મળશે. એ ઉપરાંત અગર પિતાનું મોત અકસ્માતમાં થયું હશે તો 20 લાખ રૂપિયા મળશે.
પૉલિસીની ખાસિયત એ છે કે જ્યાં સુધી દીકરીનાં લગ્ન ન થાય ત્યાં સુધી દર વર્ષે ભણવાના અને અન્ય ખર્ચ માટે એક લાખ રૂપિયા પણ મળતા રહેશે અને પૉલિસી પણ ચાલુ રહેશે.