News Continuous Bureau | Mumbai
આમ તો તમે સોશિયલ મીડિયા(Social media) પર ઘણા વિડિયો જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) મહારાજગંજથી(Maharajganj) સામે આવેલા આ મામલા વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. જોકે અહીં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે દર ત્રીજા વર્ષે નાગ પંચમી(Naag Panchami) પર તેના શરીરમાં ભૈંસાસુર(Bhainsasur) પ્રવેશ કરી જાય છે અને ત્યારે તે કોઇ ભેંસની માફક(buffalo) ઘાસ ખાવા લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વ્યક્તિ ભૈંસાસુર બનીને ઘાસ ખાવા લાગે છે તો મોટી સંખ્યામાં લોકો તેની પાસે આવે છે અને તેના આર્શીવાદ લે છે. આ વાયરલ વીડિયોની(viral videos) સચ્ચાઈ જાણીને તમે પણ આશ્ચર્ય પામશો.
જોકે મોટાભાગના લોકો તેન અંધવિશ્વાસ(Superstition) કહી રહ્યા છે. દર ત્રીજી નાગ પંચમી પર ભૈંસાસુર બનવાનો દાવો કરનાર આ વ્યક્તિનું નામ બુધીરામ(Budhiram) છે. તે રોડવેઝમાં કામ કરતો હતો અને હવે નિવૃત્ત થઇ ચૂક્યો છે. બુધીરામે જણાવ્યું કે તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરવાની ઘટના ગત ૪૦ વર્ષથી વધુ સમયથી થઈ રહી છે.
તમને જણાવી દઇએ કે નાગ પંચમીના દિવસે તે પોતાના ઘરની બહાર બનેલા માતાના મંદિરમાં(temple) બેસી જાય છે. પછી લોકો ફૂલ માળા ચઢાવીને તેમનું સન્માન કરે છે. ત્યારબાદ તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે જેને જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય.
આ સમાચાર પણ વાંચો : ટ્રેનના માધ્યમથી ગુજરાત તરફ જનારા માટે સારા સમાચાર- પશ્ચિમ રેલવે એ આ વિશેષ ટ્રેનો શરૂ કરી
બુધીરામે દાવો કર્યો કે દર ત્રીજા વર્ષે નાગ પંચમીના દિવસે તેમના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરે છે. જોકે બાકીના દિવસ સામાન્ય રહે છે. ૩ વર્ષમાં ફક્ત ૧ દિવસ એવો હોય છે જ્યારે તે કોઇ ભેંસ ની માફક વ્યવહાર કરે છે.
સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ તેને અંધવિશ્વાસ ગણાવી રહ્યા છે તો અન્ય યૂઝર્સ આ ઘટના વિશે જાણીને આશ્વર્ય ચકિત રહી ગયા છે. એક યૂઝરે લખ્યું કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. શું ખરેખર આવું થઇ શકે છે.?
