ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર.
નાર્કોટિક્ટસ કંટ્રોલ બ્યુરો (NCB)ના રિજનલ ઓફિસર સમીર વાનખેડેની સાળી હર્ષદા દીનાનાથ રેડેકર ડ્રગ્સ વ્યવસાયમાં જોડાયેલી હોવોનો સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે સોશિયલ મિડિયા પર ટ્વીટ કરીને કર્યો છે. તેની સામે જોકે સમીર વાનખેડેએ તુરંત જવાબ આપતા કહ્યું હતું કે હર્ષદા રેડકર સામે પેન્ડિંગ રહેલા કેસ સાથે પોતાને કોઈ સંબંધ નથી.
સમીર વાનેખેડેની સાળી હર્ષદા સામે પુણેમાં 2008માં કેસ નોંધાયો હતો. શું તે ડ્રગ્સ વેપારમાં સંકળાયેલી છે. તેની સામે પુણેની કોર્ટમાં કેસ પેન્ડિંગ પડયો છે. તેના પુરાવા પણ છે એવો ચોંકાવાનાર ટ્વીટ નવાબ મલિકે કર્યું હતું. આ પ્રકરણ સામે સમીર વાનખેડેને શું સંબંધ છે એવો સવાલ પણ મલિકે કર્યો હતો.
જોકે સવારના પહોરમાં મલિકે કરેલા ટ્વીટ પર સમીર વાનખેડેએ તુરંત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કીર્તી સાથે મારા લગ્ન 2017ની સાલમા થયા હતા. 2008ની સાલના હર્ષદા રેડકરના પ્રકરણ સાથે મારે કોઈ સંબંધ નથી. 2008ની સાલમાં હું NCBની સર્વિસમાં પણ નહોતો. તો મારે આ પ્રકરણ સાથે શું સંબંધ? મને ખોટી રીતે તેમાં સંડોવવામાં આવી રહ્યો હોવાનો દાવો પણ સમીર વાનખેડેએ કર્યો હતો.
સંભાળજો! ગરમી સહન નહીં થતા જમીનથી બહાર આવી રહ્યા છે સરિસૃપ પ્રાણીઓ; જાણો વિગત
આ દરમિયાન સમીર વાનખેડે અને તેમના પરિવાર પર થઈ રહેલા અનેક આરોપને પગલે તેમના પત્ની ક્રાંતી રેડેકરે આજે બપોરના એક પત્રકાર પરિષદ લેવાની હોવાની તેણે જાહેરાત કરી હતી.