ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
લોકોને ઘરમાં મનોરંજન આપતા ઓવર ધ ટોપ તરીકે જાણીતા નેટફિલકસે તેના સન્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં ઘટાડો કર્યો છે.
નેટફ્લિક્સ મોબાઈલ પ્લાનની કિંમત હવે 199 રૂપિયાથી ઘટાડીને 149 રૂપિયા કરવામાં આવી છે.
બેઝિક પ્લાન 499 રૂપિયાના બદલે 199 રૂપિયા કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે સ્ટાન્ડર્ડ પ્લાન 649 રૂપિયાથી ઘટાડીને 499 રૂપિયા કરવામાં આવ્યો છે.
પ્રીમિયમ પ્લાનને 799 રૂપિયાની જગ્યાએ ઘટાડીને 649 રૂપિયા કરવામાં આવ્યો છે.
Netflixના નવા પ્લાનને 'Happy New Prices’ નામ આપવામાં આવ્યું છે અને નવો પ્લાન આજથી 14 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે.
ભારતમાં એમેઝોન પ્રાઈમ અને Disney+ Hot star સાથે સ્પર્ધા કરવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે.
મુંબઈમાં આ તારીખથી પહેલાથી સાતમા ધોરણની સ્કૂલ ચાલુ કરવાનો મુંબઈ મનપાનો આદેશ; જાણો વિગત