ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જગતનો પ્રથમ કિસ્સો ન્યૂયોર્કમાં નોંધાયો છે. 1
40 ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફરોએ 23 કલાક મહેનત કરી અકસ્માતગ્રસ્ત યુવક નો ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી દેખાડયા છે.
2018માં કાર અકસ્માત દરમિયાન જોસેફ નામના યુવાનનું શરીર દાઝી ગયું હતું.
ફિંગર પ્રિન્ટ નષ્ટ થઈ હતી અને શરીરને બીજું ઘણુ નુકસાન થયું હતું. આથી તેણે આ સર્જરી કરવી પડી.
ઓપરેશન થયા પછી ચાર મહિના તેમને દવાખાનામાં રખાયા હતા, જેમાંથી શરૂઆતના 45 દિવસ આઈસીયુમાં પસાર થયા હતા.
એ દરમિયાન જ તેને નવા હાથના હલનચલન, ચહેરા પર આંખો ખોલવાની પ્રેક્ટિસ કરાવાઈ હતી.
આ પહેલા ચહેરા અને હાથના ટ્રાન્સપ્લાન્ટના બે પ્રયાસો થયા હતી, પણ સફળતા મળી ન હતી.
એક પ્રયાસમાં દરદીનું મોત થયુ હતુ, બીજામાં હાથ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી કાપી નાખવા પડયા હતા. માટે આ ટ્રાન્સપ્લાન્ટને જગતનું પ્રથમ સફળ ઓપરેશન જાહેર કરવામાં આવ્યું છે.