News Continuous Bureau | Mumbai
ભક્તો(Devotees) માટે આનંદના સમાચાર છે. પવિત્ર યાત્રાધામ(Holy pilgrimage) આબુ અને અંબાજી(Abu and Ambaji) બંને હવે રેલવે લાઈનથી(Railway line) જોડાઈ જવાના છે. કેન્દ્રીય કેબિનેટે(Central Cabinet) કનેક્ટિવિટી પ્રદાન(Provide connectivity) કરવા અને ગતિશીલતા (mobility) સુધારવા માટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને(new rail line) મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ. 2798.16 કરોડ છે અને તેનું કામ 2026-27 સુધીમાં પૂર્ણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 13 જુલાઈના રોજ કેન્દ્રીય કેબિનેટે આ ધાર્મિક અને પર્યટન સ્થળોને રેલ લાઈનો સાથે જોડવાના નિર્ણયને મંજૂરી આપી હતી.
આ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને(Religious and cultural sites) રેલવે દ્વારા જોડવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. આ 116.5 કિમીની રેલવે લાઈન આગામી ચાર વર્ષમાં તૈયાર થઈ જશે. તેના માટે 2,798 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેના નિર્માણ દરમિયાન 40 લાખ રોજગાર અને સ્વ-રોજગારનું સર્જન થશે. આ પ્રોજેક્ટ હાલની અમદાવાદ-આબુ રોડ(Ahmedabad-Abu Road) રેલ્વે લાઇનનો વૈકલ્પિક માર્ગ પણ પ્રદાન કરશે.
આ રેલવે માર્ગ(Railway route) પ્રવાસનના દૃષ્ટિકોણથી પણ આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. નવી રેલ લાઇનના નિર્માણથી મહેસાણા પાલનપુર(Mehsana Palanpur) રેલ લાઇન અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર(Dedicated Freight Corridor) પર ટ્રાફિકનું દબાણ ઘટશે. આ રેલ લાઇન ગુજરાત(Gujarat) અને રાજસ્થાનના (Rajasthan) સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને નવી સુવિધા પૂરી પાડશે અને બંને રાજ્યોના મહત્વના સ્થળો તેની સાથે જોડાશે. બે ધાર્મિક સ્થળો અંબાજી શક્તિપીઠ અને અજીતનાથ જૈન મંદિર માટે કનેક્ટિવિટી વધશે. કૃષિ અને સ્થાનિક ઉત્પાદનોની હિલચાલ ઝડપી થશે.
આ સમાચાર પણ વાંચો : અનંત બ્રહ્માંડનું અદભૂત રહસ્ય પહેલી જ વખત કેમેરામાં કેદ થયું- અંતરીક્ષના બાળપણની તસવીર મળી- જુઓ ફોટોગ્રાફ
ઉલ્લેખનીય છે કે અંબાજી એ એક પ્રખ્યાત મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે અને ભારતની 51 શક્તિપીઠો પૈકીનું એક છે અને દર વર્ષે ગુજરાત તેમજ દેશના અન્ય ભાગોમાંથી અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. આ લાઇનના નિર્માણથી આ લાખો શ્રદ્ધાળુઓ સરળતાથી મુસાફરી કરી શકશે. આ ઉપરાંત તારંગા હિલ ખાતે અજિતનાથ જૈન મંદિર (24 પવિત્ર જૈન તીર્થંકરોમાંથી એક)ની મુલાકાત લેતા ભક્તોને પણ આ રેલ જોડાણનો લાભ મળશે.