News Continuous Bureau | Mumbai
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થાએ(American Space Research Organization) અંતરીક્ષના(space) બાળપણની એટલે કે ૧૩.૨ અબજ વર્ષ પહેલાંની સ્થિતિની રંગીન ઇમેજ(Color image) પૃથ્વી પર મોકલી છે.

અંતરીક્ષ સંશોધનના ઇતિહાસમાં બ્રહ્માંડના( universe) અતિ અતિ દૂરના વિસ્તારની અને તેના જન્મના શરૂઆતના તબક્કાની આ પહેલી જ ઇમેજ છે.

આ ઇમેજ છે સ્મેક્સ ૦૭૨૩ સંજ્ઞા ધરાવતી ગેલેક્સીઓના મહાસાગરની(ocean of galaxies). એટલે કે આ ઇમેજમાં એક સાથે અસંખ્ય ગેલેક્સીઓ છે. એક ગેલેક્સીમાં ૧૦૦થી ૫૦૦ જેટલા તારાનો અતિ વિશાળ સમુહ હોય છે.

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિના ભાગ્યા બાદ ઇમરજન્સીની જાહેરાત- લોકો ઉતરી આવ્યા રસ્તા પર
૨૦૨૨ની ૧૧,જુલાઇએ વ્હાઇટ હાઇસમાં(White House) યોજાયેલા એક સમારોહમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડનના(Joe Biden) હસ્તે બ્રહ્માંડની આ સૌથી દૂરની અને યાદગાર ઇમેજનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

 
			         
			         
                                                        