News Continuous Bureau | Mumbai
રેલ્વેએ(Railway) તેની લગેજ પોલિસીમાં(Policy) ફેરફાર કર્યો છે. તેથી મુસાફરોને હવે ટ્રેનની મુસાફરીમાં(Train travelling) ચોક્કસ વજનથી વધુ સામાન લઈ જવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે એવા સમાચાર છેલ્લાં થોડા દિવસથી સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયા છે. તેથી લોકો પેનિક થઈ ગયા હતા. જોકે હવે છેવટે રેલવે મંત્રાલયે(Ministry of Railways) સ્પષ્ટતા આપી છે અને આ વાતને અફવા ગણાવી છે. રેલવે મંત્રાલયે કહ્યું કે રેલ્વેએ તેની લગેજ નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા રેલવે તરફથી લગેજ પોલિસીમાં ફેરફારના સમાચારો ફરતા થયા છે. જો કે, ભારતીય રેલવે(Indian railway) દ્વારા આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી, અને માલસામાન વહન કરવાના નિયમો દસ વર્ષથી વધુ સમયથી અમલમાં છે એવું રેલવે મંત્રાલયે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું.
એ સાથે જ રેલવે મંત્રાલયે અપીલ કરી છે કે હાલમાં વાયરલ થઈ રહેલા આ સમાચાર માત્ર અફવા છે અને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : તબીબી જગતમાં ચમત્કાર સર્જાયો-એક સાથે 18 દર્દીઓ કેન્સર મુક્ત થયા-શું કેન્સરનો ઈલાજ મળી ગયો
સોશિયલ મીડિયામાં ફરી વળેલા મેસેજ મુજબ રેલવેના નવા નિયમો અનુસાર, સ્લીપર કોચમાં(Sleeper coach) મુસાફરોને 40 કિલો, એસી ટુ ટાયર કોચમાં(AC to Tire Coach) 50 કિલો અને ફર્સ્ટ ક્લાસ એસીમાં 70 કિલો વજન વહન કરવાની છૂટ છે. જો કે, એવું નોંધવામાં આવ્યું હતું કે તે કરતાં વધુ વહન કરનાર મુસાફરોને સામાનના દર કરતાં છ ગણો દંડ ફટકારવામાં આવશે. પરંતુ હવે રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિયમ જૂનો છે.