ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
કોરોના મહામારીને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પિયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, આરસી બુક, પરમિટ, લર્નિંગ અને પાકા ડ્રાઈવિંગ લાઇસન્સ જેવા મહત્ત્વના દસ્તાવેજોને રિન્યૂ કરવાની છૂટ 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આની જાહેરાત કરી છે..
અમલીકરણ ની કામગીરી દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારી, કર્મચારીઓએ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. વધુમાં, લર્નિંગ લાયસન્સ ફરી ઇશ્યુ કરવાની કામગીરી માટે અરજદારે ફકત લર્નિંગ લાયસન્સ ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે કેરી ફોરવર્ડ થશે.
આથી હવે પોલીસ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે આરસી બુક માંગવાનું ટાળશે. કારણ કે તેઓ દંડ કરી શકે એમ જ નહીં હોય તો આ વસ્તુઓ માંગવાનો કોઈ અર્થ રહેતો નથી. જેથી પોલીસના હાથ પરોક્ષ રીતે કાપી લેવામાં આવ્યા છે. આનાથી સામાન્ય માણસ ને જે પોલીસ તરફથી હેરાન ગતિ થતી હતી તેમાંથી સામાન્ય માણસ બચી જશે. પોલીસ માત્ર ટ્રાફિક નિયમનની કામગીરી જ કરશે.
