ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 જુલાઈ 2020
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની સીબીઆઈ તપાસની માંગ સતત વધી રહી છે. સિનેમા જગતના લોકોની સાથે હવે રાજકીય નેતાઓ પણ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના દીકરા પાર્થ પવારે પણ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. તેમણે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને પણ મળીને પત્ર સોંપ્યો હતો. પાર્થ પવારે પત્રમાં કહ્યું હતું કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અવસાનથી દેશમાં શોકનું વાતાવરણ છે. સુશાંતની જેમ જ જે યુવાનો મુંબઈ આવીને પોતાના સપના તથા આકાંક્ષાઓ પૂરી કરવા માગતા હતા, તેમને ઘણો મોટો આઘાત પહોંચ્યો છે. મને બિહાર, યુપી, એમપી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોના યુવાઓએ અનેક ઈ-મેલ, મેસેજ તથા ફોન કર્યાં હતાં. મને ખ્યાલ છે કે આ દેશના યુવાનો તાર્કિક તથા નિષ્પક્ષ છે. આથી જ હું મારા દેશના યુવાનોના અવાજ માટે તમારી પાસે આ કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરે તેવો આગ્રહ કરું છું.
પત્રના અંતમાં પાર્થે એમ પણ કહ્યું હતું કે તેમને પોલીસની નિષ્પક્ષતા પર પૂરો વિશ્વાસ છે પરંતુ CBI યોગ્ય તપાસ કરીને આ કેસમાં યોગ્ય ન્યાય અપાવી શકે છે. સાથે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "મેં સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતનાં મોતની યોગ્ય તપાસની માંગ કરી આખા દેશ, ખાસ કરીને યુવાનો સાથે માનનીય અનિલ દેશમુખ પાસે સીબીઆઈ તપાસની માંગ કરી છે."
નોંધપાત્ર વાત છે કે સુશાંત આત્મહત્યા કેસમાં અત્યાર સુધી 38થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં જ પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર મહેશ ભટ્ટની પોલીસ સ્ટેશનમાં બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હવે ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીએ પહેલાં જ કહી દીધું હતું કે આ કેસમાં CBI તપાસ થશે નહીં. હવે પાર્થના આ પત્ર બાદ ગૃહમંત્રી શું કરે છે તે જાણવું રસપ્રદ રહેશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com