ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
વાહનો દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકવા માટે પી.યુ.પી કરાવવું ખૂબ જરૂરી છે. આમ છતાં લોકો આને ગંભીરતાથી લેતા નથી. પરંતુ હવેથી વાહન નો વીમો રીન્યુ કરાવતી વખતે પણ પોલ્યુશન અંદર કંટ્રોલ ( પી યુ સી ) સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવું પડશે. દેશની દરેક જનરલ ઇન્શ્યોરન્સ કંપની 'ધ ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી' — ઇરડા દ્વારા આ અંગે એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે ઇરડા દ્વારા આનું પાલન કરવું જરૂરિયાત બનશે. આ પરિપત્રનો અમલ થયા બાદ puc વગરના વાહનો માટે ઈનસુરન્સ ક્લેઇમ કરવો અઘરો બની જશે. આથી જો તમારી પાસે પી.યુ.સી સર્ટિફિકેટ ન હોય તો તાત્કાલિક ઓથોરાઇઝ જગ્યાએથી કરાવી લેશો..
દેશમાં અને ખાસ તો દિલ્હી એનસીઆર વિસ્તારમાં વાહનોને કારણે હવા નું પોલ્યુશન ખૂબ જ વધી ગયું છે. જેની આડઅસર હવે સ્થાનિક રહેવાસીઓ પર પણ દેખાવા લાગી છે. આખી જ વાતાવરણમાં પ્રદૂષણ ઓછું રહે એ જાણવા માટે સુપ્રીમ કોર્ટે વિવિધ પગલાં ભરવાનું સૂચન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ વાહન દ્વારા ફેલાતા પ્રદૂષણની ફરિયાદ કરી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com