News Continuous Bureau | Mumbai
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખીદવાની પરંપરા શરૂઆતથી જ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ઘરે લાવવાથી દેવી લક્ષ્મીનો વાસ્ થય છે. કહેવાય છે કે આ દિવસે ખરીદેલું સોનું વધ્યા કરે છે. ઘરમાં માતા લક્ષ્મીનો કોયમ વાસ રહે છે. પરંતુ જો તમે આ શુભ દિવસે સોનું ખરીદી શકતા નથી, તો આ દિવસે તમે 5 રૂપિયામાં પણ તમારું નસીબ રોશનૅ કરી શકો છો. જાણો અક્ષય તૃતીયાના દિવસે કરવાના આ ઉપાય વિશે.
શેની પુજા કરવી?
અક્ષય તૃતીયા પર જવની પૂજા કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આ દિવસે સોનું ન ખીદી શકો તો 5 રૂપિયાનું જવ ખરીદીને તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે જવને બ્રહ્માંડનું પ્રથમ અનાજ માનવામાં આવે છે. તેમજ જવ ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. આ એક સંપૂર્ણ પાક છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માદેવે સૃષ્ટિની રચના કરી ત્યારે જવનો પ્રથમ ના જન્મ થયો હતો. પૂજા અને હવનમાં પણ તેનું વિશેષ સ્થાન છે.
આ સમાચાર પણ વાંચો: અક્ષય તૃતીયા પર સોનાની સાથે 2 વસ્તુઓ અવશ્ય ખરીદો..પ્રાપ્ત થાય છે સૌભાગ્ય
જ્યોતિષીઓના મતે અક્ષય તૃતયાના દિવસે પુજા વિધી.
તૃતીયાના અવસર પર શુભ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે જવનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
કયા મતનો જપ કરશો
આ દિવસે દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે. મા લક્ષ્મી ઓમ શ્રી શ્રી શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રી શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ ના મહાન મંત્રનો જાપ કરો.