ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
Porsche Taycan EV ની ડિલિવરી ભારતમાં શરૂ થઈ ગઈ છે અને આ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. આ કારની કિંમત ૧.૫૦ કરોડ રૂપિયા છે.

આ કાર ઓડી, મર્સિડીઝ બેન્ઝ અને જગુઆર અને બીએમડબ્લ્યુ કાર સાથે સ્પર્ધા કરશે. આ કારને કંપનીએ ગત વર્ષ ભારતમાં લોન્ચ કરી હતી.

Taycan એ ભારતમાં પ્રથમ ઈફ ને ગ્લીમિંગ ગ્રીન મામ્બા મેટાલિક કલરમાં ડિલિવરી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ કાર માત્ર ૨.૮ સેકન્ડમાં ૧૦૦ કિમીની સ્પીડ પકડી લે છે.

બ્યૂટી ટિપ્સ: આઈબ્રો ને જાડી અને ઘટાદાર કરવા અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા; જાણો વિગત

આ Taycan કારને ક્લબ લેધર ઈન્ટિરિયર આપવામાં આવ્યું છે, જે ટફલ બ્રાઉન કલરમાં આવે છે. ઈન્ટિરિયરને આકર્ષક બનાવવા માટે ઘણી ખાસ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમાં સ્ટાન્ડર્ડ વર્ઝનમાં સિંગલ ડેક ૭૯.૨ kWh બેટરી આપવામાં આવી છે, જે ૪૦૮ PS પાવર આપી શકે છે. બે ડેક ઓપ્શનમાં ૯૩.૪ kWh બેટરી આપવામાં આવી છે.