News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા (Social media)પર પ્રાણીઓના ઘણા ક્યૂટ વીડિયો અને ફોટા વાયરલ થતા હોય છે. પ્રાણી(Animals) ઓની કન્ટેન્ટ ઇન્ટરનેટ પર સૌથી વધુ પસંદ કરવામાં આવતા હોય છે. બદલાતા સમય સાથે માનવી પશુઓ કરતા પણ બગડી રહ્યો છે અને પશુઓ માનવતાના ગુણો શીખી રહ્યા છે. આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થઈ રહેલા સસલા અને (Rabbit) બિલાડી(Cat) ના આ ક્યૂટ વીડિયોને જોઈને કહી શકાય છે.
Plant flowers in others’ gardens and your life becomes a bouquet!
Like this rabbit saving a cat who couldn’t find its way out pic.twitter.com/bvh0PURv3V
— Susanta Nanda IFS (@susantananda3) March 2, 2021
હાલમાં જ સોશિયલ મીડિયા પર બિલાડી અને સસલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પ્રાણીઓની સમજણ અને મિત્રતા(Friendship) પર વિશ્વાસ કરશો. આ વીડિયો તમારા ચહેરા પર સ્મિત લાવવા માટે પૂરતો છે. આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદા(Sushant Nanda) એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં એક સ્માર્ટ સસલું એક બિલાડીની મદદ કરતો જોવા મળી રહ્યો છે. સુશાંત નંદાએ બંને પ્રાણીઓની મિત્રતાના આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'બીજાના બગીચામાં ફૂલો લગાવો અને તમારું જીવન ગુલદસ્તો બનાવો. જેમ આ સસલાએ કર્યું, તેણે બિલાડીને બચાવી, જે બહાર નીકળવાનો રસ્તો શોધી શકતી ન હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મહારાષ્ટ્ર રાજભવન ખાતે જોવા મળ્યો અદ્ભૂત નજારો- મોરની જોડીએ માણયો સૂર્યાસ્તનો આનંદ- જુઓ ફોટોગ્રાફ્સ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને માત્ર શેર જ નથી કરી રહ્યાં પરંતુ તેના પર પોતાની કોમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યાં છે. આ વીડિયો ક્લિપ લોકોને મિત્રતા અને માનવતાનો પાઠ પણ શીખવી રહી છે.