ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પહેલી ઑક્ટોબરથી રેલવેમાં પ્રવાસ કરવાના હો તો નવું ટાઇમટેબલ ચેક કરી લેજો. રેલવે પહેલી ઑક્ટોબરથી ટ્રેનોનું નવું ટાઇમટેબલ અમલમાં મૂકવાની છે. એ સાથે જ ટ્રેનનાં ભાડાંમાં પણ વધારો થવાની શક્યતા છે.
કોરોનાની ખરાબ સાઇડ ઇફેક્ટ : સૂંઘવાની શક્તિ પર આ પ્રકારની અસર પડી રહી છે.
કોરોનાકાળમાં રહેલા લૉકડાઉનને પગલે અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી, તો અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ જનજીવન પાટે ચઢી રહ્યું છે. તેથી રેલવેએ હવે ટ્રેનોનું નવું ટાઇમટેબલ જાહેર કરવાની છે. નવું ટાઇમટેબલ પહેલી ઑક્ટોબરથી અમલમાં આવશે. સામાન્ય રીતે રેલવે દ્વારા ઑક્ટોબરમાં નવું ટાઇમટેબલ જાહેર કરવામાં આવતું હોય છે, પરંતુ ગયા વર્ષે કોરોનાને કારણે નવું ટાઇમટેબલ જાહેર કર્યું નહોતું. ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફાર કરવાની સાથે જ રેલવેએ ભાડા વધારવાનો પણ નિર્ણય લીધો છે.