ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
ડેરા મેનેજર રણજીત સિંહની હત્યામાં બાબા ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
પંચકુલા શહેરમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે રામ રહીમસિંહ તથા અન્ય ચાર અપરાધીઓને આજે સજા સંભળાવી છે.
આ પાંચેય જણને રણજીતસિંહની હત્યા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગઈ 8 ઓક્ટોબરે અપરાધી જાહેર કર્યા હતા.
રણજીતસિંહ ડેરા સચા સૌદા સંપ્રદાયનો અનુયાયી પણ હતો. 2002માં એને ઠાર મારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમને 2017 માં બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.