News Continuous Bureau | Mumbai
નજર હટી, દુર્ઘટના ઘટી. ઘણીવાર આપણે આ પંચલાઈન ક્યાંક વાંચીએ છીએ પરંતુ ભાગ્યે જ કોઈ તેનું પાલન કરે છે. પછી ભલે તે રસ્તો ક્રોસ(Road Cross)કરવાની વાત હોય કે ટ્રેનમાં ચઢવાની. આનો ભોગ ઘણી વખત મૃત્યુની કિંમત ચૂકવીને ચુકવવો પડે છે. પરંતુ ક્યારેક ભગવાનની કૃપા એવી થાય છે કે મૃત્યુના મુખમાં ગયા પછી પણ વ્યક્તિ જીવિત રહે છે અને તેને બચાવવા માટે કોઈ દેવદૂત તેની સામે આવી ઉભો રહે છે.
આવી જ એક ઘટના રેલવે સ્ટેશન(Railway station) પર બની હતી. જ્યાં એક મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અચાનક મહિલાનો પગ ટ્રેનની સીડી(Train ladder) પરથી લપસી જાય છે અને મહિલા તેમાં ફસાવા લાગે છે. એટલે કે, તે મૃત્યુના મુખમાં જતી રહે છે. એટલામાં જ નજીકમાં એક રેલ્વે પોલીસ(Railway Police) દેવદૂત બનીને આવે છે અને પોતાની જવાબદારી નિભાવીને મહિલાને મોતના મુખમાંથી બચાવી લે છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે વાયરલ(Viral video) થયો છે, જેને ખુદ રેલવે મંત્રાલયે(Ministry of Railways) જાહેર કર્યો છે. આ ઘટનાનો વીડિયો જાહેર કરતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે, આ મામલો છત્તીસગઢના(Chhattisgarh) રાયપુર(Raipur) સ્ટેશનનો છે. જેમાં ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલા અચાનક પડી જાય છે. પરંતુ ફરજ પરના આરપીએફ કર્મચારીની(RPF personnel) તત્પરતાથી મહિલાનો જીવ બચી ગયો.
रेल कर्मचारी की सतर्कता और तत्परता से बची यात्री की जान!
छत्तीसगढ़ के रायपुर स्टेशन पर चलती ट्रेन में चढ़ने के दौरान एक महिला अचानक नीचे गिर गई। ड्यूटी पर तैनात आरपीएफ कर्मचारी ने तत्परता से उसकी जान बचाई।
चलती हुई ट्रेन में ना चढ़ें/उतरें, यह जानलेवा हो सकता है। pic.twitter.com/1Aq2hxZNTp
— Ministry of Railways (@RailMinIndia) May 31, 2022
આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય-ગુજરાતમાં એક અનોખા લગ્ન -24 વર્ષની યુવતી લગ્ન કરશે પોતાની જાત સાથે- હનીમૂન પર પણ એકલી જશે- જાણો વિગતે
વીડિયોમાં જોવા મળે છે કે, ટ્રેનના દરવાજા ખુલ્યા બાદ મહિલા ટ્રેનમાં ચઢવા માટે દોડે છે. તે ડબ્બાની સીડી પર પણ પગ મૂકે છે પરંતુ અચાનક તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને પડવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલવે પોલીસ મહિલા તરફ ખૂબ જ ઝડપથી દોડે છે. આ આરપીએફ જવાન ઝડપથી મહિલાને પકડી લે છે અને તેને ઉપર ખેંચી લે છે. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં(CCTV) કેદ થઈ ગઈ હતી.
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં ૨૦૦૦૦થી વધુ વખત જાેવામાં આવ્યો છે, જ્યારે ૪૦૦થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય અનેક લોકોએ કોમેન્ટ કરીને પોલીસના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, અભિનંદન આરપીએફ ટીમ. આવી ઘટનાને ટાળવા માટે પ્લેટફોર્મનું સ્તર વધારી શકાય છે.