News Continuous Bureau | Mumbai
સિનિયર સિટિઝનોને(senior citizens) સરકાર તરફથી અનેક રાહત આપવામાં આવતી હોય છે. જોકે હવે રેલવેમાં(railways) સિનિયર સિટઝનોને મળનારી રાહત બંધ થવાની છે, તેનાથી સિનિયર સિટિઝનોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
બે વર્ષ પહેલા કોરોનાના સમયગાળા(Covid19 pandemic) દરમિયાન રેલવે પ્રશાસન(Railway Administration) દ્વારા વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ(Discount) બંધ કરવામાં આવ્યું હતું. સરકારનો હવે આ છૂટ ફરી શરૂ કરવાનો કોઈ ઈરાદો નથી.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- પનીર અસલી છે કે નકલી તે જાણવા માટે ઘરમાં પડેલી આ 2 વસ્તુઓ થી કરો ટેસ્ટ
સરકારના કહેવા મુજબ મોટાભાગની શ્રેણીઓમાં રેલ ભાડા(Rail fares) પહેલાથી જ ઓછા છે. રેલવે તમામ મુસાફરો માટે 50 ટકા મુસાફરી ખર્ચ ઉઠાવી રહી છે. કોરોનાને કારણે 2020 થી 2021માં ઘણા ઓછા મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. 2019-20 દરમિયાન, સરકારની અપીલ પછી બાદ 22.62 મિલિયન વરિષ્ઠ નાગરિકો જાતે થઈને તેમને મળતી રાહત યોજનામાંથી બહાર નીકળી ગયા હતા.
સરકારે આ સાથે જ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓ માટે છૂટના નિયમો પહેલાની જેમ જ રહેશે. જો કે, વરિષ્ઠ નાગરિકો અને રમતવીરોને(athletes) ફરીથી ભાડામાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.