ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
09 જાન્યુઆરી 2021
શું તમને ખબર છે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એટલે કે એલન મસ્ક whatsapp વાપરતા નથી.આટલું જ નહીં તેમણે ટ્વિટર પર જાણકારી પૂરી પાડી કે તેઓ સિગ્નલ નામની એપ્લિકેશન વાપરે છે. આટલું જ નહીં તેમણે લોકોને અપીલ કરી છે કે લોકો પણ સિગ્નલ નામની એપ્લિકેશન વાપરે.
એલન મસ્ક ના આ એક ટ્વિટ પછી તરત જ સિગ્નલ નામની એપ્લિકેશન ના ડાઉનલોડ ધડાધડ વધી રહ્યા છે.
whatsapp એપ થોડા દિવસ અગાઉ પોતાના સિક્યુરિટી ફિચર માં બદલાવ કર્યો છે. હવે facebook એ whatsapp નો માલિક છે. આથી આ એપ્લિકેશન પોતાની બધી માહિતી facebookને પુરી પાડે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે.
સિગ્નલ નામની એપ્લિકેશન આ બાબતમાં લોકોને સુરક્ષા પૂરી પાડે છે તેમજ તેઓની માહિતી ગુપ્ત રાખે છે. એટલે કે આઇડેન્ટિફિકેશન, મોબાઈલ નો પ્રકાર, ડેટા યુઝ નો profile, જેવી અનેક ગુપ્ત બાબતો whatsapp એ facebook ને પૂરું પાડે છે જ્યારે કે સિગ્નલ નામની એપ્લિકેશન આવું કરતું નથી.
છેલ્લા બે દિવસથી સિગ્નલ નામની એપ્લિકેશન જોરદાર રીતે પોતાનો પગપેસારો કરી રહી છે
