ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દેશના પશ્ચિમ કિનારા પર આવેલો વિશાળ અરબી સમુદ્ર બહુ જલદી સિંધુ સમુદ્રના નામે ઓળખાય એવી શક્યતા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ અરબી સમુદ્રનું નામ બદલીને સિંધુ સમુદ્ર કરવાની પહેલ કરી છે.
હીરા-મોતી કે ઝવેરાતથી પણ મોંઘું છે આ લાકડું; જાણો એનું નામ અને કિંમત
પ્રખ્યાત લેખક અશોક મોટવાણી અને સંતકુમાર શર્મા લિખિત ‘સિંધુ વૉટર્સ સ્ટોરી’ અને ઉત્તમ સિંહા દ્વારા લખાયેલા ‘સિંધુ બેસિન ઇન્ટરપ્ટેડ‘ નામનાં પુસ્તકોનું લોકાર્પણ રાજભવનમાં રાજ્યપાલને હસ્તે પાર પડ્યું હતું. એ પ્રસંગે રાજ્યપાલે કહ્યું હતું કે મુંબઈને અડીને આવેલા અરબી સમુદ્રનું સાચું નામ સિંધુ સાગર છે. ભૌગલિક પરિસ્થિતિ હંમેશાં બદલાતી હોય છે. સિંધુ નદી માત્ર ભૌગોલિક મુદ્દો નથી. ભારતના દ્રષ્ટિકોણથી સિંધુ નદી સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. સિંધુ નદી ફરી ભારતનો ભાગ બનશે એવી આશા પણ આ વખતે તેમણે વ્યક્ત કરી હતી.