News Continuous Bureau | Mumbai
આજકાલ, ઇન્ટરનેટ(Internet)ના યુગમાં વૈવાહિક જાહેરાતો સામાન્ય છે. પરંતુ, આમાં કેટલીક વિચિત્ર પ્રકારની જાહેરાતો(Advertisement) ક્યારેક હેડલાઇન્સ(Head Lines) બની જાય છે. આજકાલ આવી જ એક જાહેરાત સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ મેટ્રિમોનિયલ એડવર્ટાઈઝમેન્ટ(Matrimonial advertisement)ની વિચિત્ર વાત એ છે કે પરિવાર વર(Groom)ની શોધમાં છે, તેઓ ડૉક્ટર, આઈએએસ(IAS), બિઝનેસ મેન અને આઈપીએસ(IPS) પ્રોફેશનલ તરીકે જોવા મળશે, પરંતુ જો તમે સોફ્ટવેર એન્જિનિયર(softwear Engineer) છો તો ફોન કરશો નહીં.
Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2
— Samir Arora (@Iamsamirarora) September 16, 2022
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ જાહેરાત બિઝનેસમેન સમીર અરોરાએ ટ્વિટર પર શેર કરી છે. આ પોસ્ટમાં એક અખબારમાં લગ્નની જાહેરાત જોવા મળી રહી છે. જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, 24 વર્ષના સમૃદ્ધ પરિવારમાંથી સુંદર છોકરી માટે વરની શોધમાં છું.
આ સમાચાર પણ વાંચો : કામની વાત- EPF- PPF કે VPF કઈ જગ્યાએ રોકાણ કરવાથી સૌથી વધારે મળશે રિટર્ન- જોઈ લો શેમા મળશે આપને વધારે ફાયદો
પરિવારને એવો વર જોઈએ છે જે IAS/IPS અથવા ડૉક્ટર (PG) અથવા એક જ જ્ઞાતિનો ઉદ્યોગપતિ/વ્યાપારી હોય. જાહેરાતના અંતે એવું કહેવામાં આવે છે કે, "સોફ્ટવેર એન્જિનિયર કૃપા કરીને કૉલ કરશો નહીં".સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓનો પૂરએડ પોસ્ટ કરતા સમીર અરોરાએ કેપ્શનમાં લખ્યું, "ITનું ભવિષ્ય એટલું સારું નથી દેખાઈ રહ્યું." એક યુઝરે લખ્યું- શું આપણે એટલા ખરાબ છીએ? અન્ય એક યુઝરે લખ્યું – વાંધો નહીં એન્જીનીયર કેટલાક અખબારોની મેટ્રિમોનિયલ જાહેરાતો પર વિશ્વાસ નથી કરી રહ્યા. તેઓ તેને જાતે શોધી શકશે.