ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
બર્લિનમાં એક રાજકુમારના દીકરાએ 135 રૂમનો પૂર્વજોનો મહેલ માત્ર 87 રૂપિયામાં જ વેચી દીધો છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ સત્ય છે. હવે આ મહેલને બચાવવા માટે, 66 વર્ષિય રાજકુમાર તેના 37 વર્ષીય કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
હકીકતમાં, જર્મન શહેર હનોવરના પ્રિન્સ અર્નસ્ટ ઓગસ્ટે 1867ના વર્ષમાં નિર્માણ થયેલ મૈરીનબર્ગ મહેલ વર્ષ 2000 માં તેમના પુત્ર અર્નસ્ટ ઑગસ્ટ જુનિયરને સોંપી દીધો હતો. વર્ષ 2018 માં, તેમના પુત્ર ઑગસ્ટ જુનિયરએ સરકારને મૈરીનબર્ગ મહેલને ડિસ્કાઉન્ટેડ રેટમાં વેચવાની જાહેરાત કરી હતી.
આ પછી, અર્નસ્ટ ઓગસ્ટ જુનિયર એ આ મહેલને ફક્ત એક યુરો (આશરે 87 રૂપિયા) માં વેચી દીધો હતો. તેણે તેની પાછળ તર્ક આપ્યો હતો કે મહેલના સમારકામ માટે 23 મિલિયન પાઉન્ડની જરૂર હતી જે તેમના પાસે નહોતા. પુત્રના આ નિર્ણય પછી રાજમહેલને બચાવવા રાજકુમાર અર્નસ્ટ ઑગસ્ટ કાયદાનો આશરો લઈ રહ્યા છે અને તેમના પુત્ર સામે કેસ દાખલ કર્યો છે. તેમણે પોતાના પુત્ર ઉપર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને મહેલમાં પરત મેળવવાની માંગ પણ કરી છે.
તેમણે કહ્યું કે, પુત્રના આ કૃત્યને કારણે તેઓ ઓસ્ટ્રિયાની એક લોજમાં રહેવા માટે મજબૂર થયાં છે અને બીમાર હોવા છતાં આર્થિક મદદ મળી રહી નથી. પ્રાપ્ત જાણકારી મુજબ રાજકુમાર અર્નેસ્ટ ઓગસ્ટ નોવર રાજવંશ સાથે સંબંધ ધરાવે છે અને તેઓ બ્રિટનના મહારાણી એલિઝાબેથના દૂરના પિતરાઈ ભાઈ છે.