News Continuous Bureau | Mumbai
ટિકટોક સ્ટાર(Tiktok star) અને હરિયાણાના ભાજપ નેતા(BJP Leader) સોનાલી ફોગાટ(Sonali Phogat)ના નિધન મામલે એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. દરમિયાન ગોવાના કર્લીઝ પબના CCTV ફૂટેજ(CCTV footage) સામે આવ્યા છે, જેમાં સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને સોનાલીને એક સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે સુધીર(PA Sudhir) બોટલથી સોનાલીને કઈંક પીવડાવતો જોવા મળે છે પરંતુ ટિકટોક સ્ટાર વારંવાર તેને રોકી રહી છે અને ડ્રિંક પીવાથી બચી રહી છે. ગોવા પોલીસ(GOa Police)ને શક છે કે આ પદાર્થ MDMA ડ્રગ છે જે સોનાલીને અપાઈ રહ્યો છે. આ વાતની પુષ્ટિ કરવા માટે કેમિકલ તપાસ(Chemical investigation) કરાવવામાં આવી રહી છે.
NEW CCTV FOOTAGE OF SONALI PHOGAT. #SonaliPhogat pic.twitter.com/bDXcg1EOqN
— Anamika gaur (@ByAnamika) August 27, 2022
ઉલ્લેખનીય છે કે સોનાલીના મોતના મામલા(Sonali death case)માં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સોનાલીના પીએ સુધીર સાંગવાન, મિત્ર સુખવિંદર, ગોવા કર્લીઝ પબના માલિક અને ડ્રગ પેડલરનો સમાવેશ થાય છે. સુધીર અને મિત્ર સુખવિંદરને કોર્ટે 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ બંને પર સોનાલીની હત્યાનો આરોપ છે.
આ સમાચાર પણ વાંચો: શું તમે કદી શરદ પવારને ખુશીથી ઝૂમી ઉઠતાં જોયા છે- કાલની ભારત – પાક મેચ વખતે તેઓનો એક યુવાન ક્રિકેટ ફેન જેવો અવતાર જોવા મળ્યો- જુઓ વિડીયો