ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
કોરોના મહામારી અને લોકડાઉનના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ત્યારે સુપ્રીમ કોર્ટે મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ જેઇઇ અને નીટની પરીક્ષા અંગે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે જેઇઇ અને નીટ પરીક્ષાઓને મુલતવી રાખવાની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જેઇઇ અને નીટની પરીક્ષા સ્થગિત કરવાની માંગ ફગાવતા કહ્યુ હતું કે, શું દેશમા દરેક વસ્તુને રોકી દેવામાં આવે, એક કિમતી વર્ષને આ જ રીતે વેડફી દેવામાં આવે?
કોર્ટે વધુમાં કહ્યું હતું કે શિક્ષણ સાથે જોડાયેલી ચીજોને હવે ખોલવી જોઈએ, કારણ કે કોવિડ-19 વધુ એક વર્ષ સુધી ચાલુ રહી શકે છે. જિંદગી ચાલતી રહેવી જોઈએ, તમામ ચીજો રોકી ન શકાય.
ઉલ્લેખનીય છે કે આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં કેન્ડિડેટ્સના સ્વાસ્થ્યનો હવાલો આપતાં માંગ કરવામાં આવી હતી કે પરીક્ષાને ટાળી દેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હજુ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ, એવામાં પરીક્ષા યોજવાથી સ્ટુડન્ટ્સના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. આ પરીક્ષાને સ્થગિત કરવાની માંગણીને લઇ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ સ્થગિત કરવાના અનુરોધની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
નોંધનીય છે કે, JEE પરીક્ષા 1 સપ્ટેમેબર થી 6 સપ્ટેમેબર સુધીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે NEET પરીક્ષા 13 સપ્ટેમેબરે આયોજન કરવામાં આવશે. જોકે, કોવિડ-19ના દોરમાં હવે પરીક્ષાઓ લેવાની શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ખંડ શિક્ષા અધિકારી અને બી.એડ. સંયુક્ત પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com