News Continuous Bureau | Mumbai
આજના યુગમાં કાર ચલાવવી કોઈ મોટી વાત નથી, પરંતુ તેને નિયંત્રિત કરવું મહત્વનું છે. લોકો વર્ષોથી વાહન ચલાવે છે, તેમ છતાં વાહન પર તેમનું નિયંત્રણ હોવું જોઈએ તેવું નથી. પરંતુ કેટલાક ડ્રાઇવરો એટલા એક્સપર્ટ બની જાય છે કે તેઓ સૌથી જોખમી રસ્તાઓ પર પણ અદભૂત ડ્રાઇવિંગ કરી બતાવે છે. હાલના દિવસોમાં એવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Master driver… skills! pic.twitter.com/Jl83wj1Q6L
— The Best (@Figensport) May 16, 2023
1-મિનિટની 24-સેકન્ડની આ વિડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે સાંકડા પુલ પર બે SUV કાર એકબીજાની નજીકથી પસાર થઈ રહી છે. એક SUV કાર સાંકડા પુલને પાર કરવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે બીજી SUV પુલના બીજા છેડેથી આવે છે. પીછેહઠ કરવાને બદલે, બંને એસયુવી કાર એકબીજા પાસેથી પસાર થવાનું નક્કી કરે છે. એ બ્રિજની પહોળાઈ અને આ બંને કાર્સની સાઇઝ જોતાં આ કારો એકબીજાની બાજુમાંથી પસાર થાય એ શક્ય નથી. જોકે આવી સ્થિતિમાં એક ડ્રાઇવરે આ સમસ્યાનું સોલ્યુશન લાવવાનું નક્કી કર્યું. બીજી કારને જવા માટે જગ્યા થઈ શકે એ માટે આ ડ્રાઇવર પોતાની કારને સહેજ એ રીતે નમાવી લે છે કે એના લીધે એની કારનાં બે વ્હીલ્સ બ્રિજની પાળી પર રહે છે. તે એ રીતે બીજી કારની બાજુમાંથી પસાર થાય છે એટલું જ નહીં, બીજી કાર પાસેથી પસાર થયા પછી આ ડ્રાઇવર ધીરે-ધીરે પોતાની કારનાં બંને પૈડાંને પાળી પરથી રસ્તા પર લાવે છે.
આ સમાચાર પણ વાંચો: કેબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી