News Continuous Bureau | Mumbai
ખાદ્યપદાર્થ(Food)ની ખરીદી કરનારાઓ માટે માંસાહારી અને શાકાહારી (Veg and Non veg food)ખાદ્ય પદાર્થ પર સિમ્બોલ(Symbol) રાખવા આવશ્યક છે. માંસાહારી ખાદ્ય પદાર્થો(Non veg food)માં દર્શાવાતા પ્રતીક (સિમ્બોલ)ને બદલીને ત્રિકોણ આકારનું પ્રતીક રાખવા માટેની સૂચના કેન્દ્ર સરકાર(central govt) દ્વારા સપ્ટેમ્બર 2021માં આપવામાં આવી હતી. જોકે હજી સુધી કેન્દ્ર સરકારના આ આદેશનું પાલન કરવામાં અનેક રાજ્યો(state govts) પાછળ છે. ગુજરાત સરકાર(Gujarat govt) પણ આ નિર્ણયનું અમલીકરણ કરાવવામાં ઉણી ઉતરી છે.
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ(Food and safety act) અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પ્રોડક્ટ પર રાખવામાં આવતા લોગોમાં ફેરફાર કરવા માટેના કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી મહત્વનો સુધારો નોન-વેજ ફૂડ(non veg food)ના પ્રતીક (સિમ્બોલ) માટે કરવામાં આવ્યો છે. નોન-વેજ ફૂડ પર અત્યાર સુધી લાલ રંગનું વર્તુળ (red cricle)ઓળખ તરીકે રાખવામાં આવતું હતું, જેને બદલીને લાલ રંગનો ત્રિકોણ(Red triangle) ફરજિયાત પણે રાખવા સૂચના આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : પયગંબર પર ટિપ્પણીને લઈને વિવાદ વધુ ગરમાયો- આ દેશની સુપરમાર્કેટે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા
મૂળ અંધજનો (દિવ્યાંગો)ને પ્રતીક (સિમ્બોલ) ઓળખવામાં અડચણ પડી રહી હોવાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા સિમ્બોલની અંદર ફેરફાર કરવા માટે કાયદાની અંદર જોગવાઈ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત અમુક સુધારા કરીને એને અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી છે. જોકે આ કાયદામાં કરેલા સુધારા-વધારા ક્યારે અમલમાં લાવવા એની સત્તા રાજ્ય સરકાર(state govt)ને છે, એટલે રાજ્ય સરકાર પોતાના રાજ્યની સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ પોતાના રાજ્યમાં કાયદાનું અમલીકરણ કરાવી શકે છે.
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત જે પણ કાયદામાં સુધારા કરાયા હોય અથવા તો નવા કાયદા બનાવ્યા હોય એનું અમલીકરણ 30 દિવસમાં સામાન્ય રીતે કરવાની જોગવાઈ એટલા માટે છે, કેમ કે મેન્યુફેક્ચરર્સ(manufactures)ને પ્રોડક્ટ પેકિંગ(product packing)માં ફેરફાર કરવા સમય મળી શકે.
લેબલિંગ કાયદામાં જે સુધારા કર્યા છે, તેમાં નોન-વેજ ખોરાક માટે લાલ રંગના ડોટ બદલીને ત્રિકોણ કરાયું છે. પોષણયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ માટે એફ+ લોગો રાખવો ફરજિયાત કરાયો છે. ઓર્ગેનિક ફૂડ(organic food) માટે જૈવિક ભારત લોગો નક્કી કર્યો છે. વેગન ફૂડ (vegan food)માટે V આકારનો લોગો લગાવવો ફરજિયાત કરાયો છે. દીવો કરવા માટે વપરાતા તેલ(oil) માટે ક્રોસ લોગો નક્કી કરાયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2019થી 7 જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે(world food safety day) યોજવા માટેના આહવાનના ભાગરૂપે આજે ચોથી વખત વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે યોજાઈ રહ્યો છે. ચાલુ વર્ષે આ ઉજવણીના ભાગરૂપે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે આખા વિશ્વમાં યોજાય છે ત્યારે "હેલ્થી ફૂડ ફોર એ સેફર ટુમોરો" (Healthy Food for a Safer Tomorrow)થીમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે.