ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
‘શ્રીમાન શ્રીમતી’, યે જો હે જિંદગી’, ‘જબાન સંભાલ કે’ જેવી સિરિયલોનો ભાગ રહી ચૂકેલા વરિષ્ઠ અભિનેતા રાકેશ બેદી હવે સબ ટીવીના સુપરહિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નો ભાગ બનવા જઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ રાકેશે આ શો માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે અને તે જલ્દી આ શોમાં જોવા મળશે. આ જાણીતા ટીવી શોમાં રાકેશ બેદી તારક મહેતાના બોસનું પાત્ર ભજવતા જોવા મળશે. તે એક કેમિયો રોલ હશે અને તે આ શોના કેટલાક એપિસોડમાં પોતાની હાજરીની અનુભૂતિ કરશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન બાદથી જ આ ટીવી શોની સ્ટારકાસ્ટમાં ખુબ ફેરફાર જોવા મળી રહ્યાં છે. પહેલા તો સીરિયલના અંજલી મેહતા (નેહા મહેતા) અને મિસ્ટર સોઢી (ગુરુચરણ સિંહ)એ અલવિદા કહી દીધું છે. ત્યારબાદ હવે શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રાકેશ બેદીની ધમાકેદાર એન્ટ્રી જવા જઈ રહી છે.
આ અંગે રાકેશ બેદીએ વાત કરતા જણાવ્યું હતું કે, હા, મેં આ સિરિયલ માટે શુટીંગ શરૂ કરી દીધું છે અને 14 ઓગષ્ટના રોજ સેટ પર મારો પ્રથમ દિવસ હતો. આ પાત્ર ઘણુ રસપ્રદ છે. 12 વર્ષ પહેલા પણ મને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં કામ કરવા માટે ઓફર મળી હતી. તે વખતે વાત ન બની પરંતુ હવે કોરોના લોકડાઉન બાદ જ્યારે શૂટિંગ ફરી શરૂ થયું તો મેકર્સે આ રોલ માટે મને એપ્રોચ કર્યો છે."
રાકેશ બેદીએ વધુમાં કહ્યું હતું કે મારું પાત્ર હંમેશા જ સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો ભાગ રહ્યું છે. આવામાં મને આ ભૂમિકા ભજવવામાં વધુ મુશ્કેલી નહીં પડે. નોંધનીય છે કે સબ ટીવીનો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. આ જ કારણે આ શો ટીઆરપીએ ચાર્ટમાં ટોપ 5માં છવાયેલો રહે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com