ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
ટિકટોક વીડિયો બનાવવાની ધુનમાં ઘણા યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમ છતાં તેનું ભૂત લોકોના માથા પર હજી સવાર છે. ઘણી ગંભીર ઘટનાઓ સામે આવી હોવા છતાં લોકો તેમાંથી પાઠ નથી લઈ રહ્યા. તેના બદલે, તમે તમારા જીવનને વારંવાર જોખમમાં મૂકી રહ્યા છો..
હમણાં બનેલો છેલ્લો કિસ્સો બેંગ્લોરનો છે. અહીં 22 વર્ષિય યુવકે ટિકટોક વીડિયો બનાવતી વખતે જીવતી માછલી ગળી હતી. આ માછલી ગળામાં અટકી જતા, શ્વાસ રૂંધાઈ જતાં પીડિત યુવક જમીન પર બેભાન થઈને પડી ગયો અને તરત જ દમ તોડી દીધા હતાં.
આ મામલો તમિળનાડુના હોસુરનો છે. ભોગ બનનાર તળાવમાં માછીમારી કરવા ગયો હતો. અચાનક જ તેને ટીકટોક વીડિયો બનાવવાની ધૂન ચઢી અને તેણે જીવંત માછલી ગળીને વિડિઓ બનાવવાનું વિચાર્યું. વીડિયો બનાવતી વખતે તે જીવતી માછલી ગળી હતી જે બરાબર ગળામાં જઈને ફરી ગઈ હતી. જ્યારે આ યુવકને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી ત્યારે તે માછલી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. આ જોઈ ત્યાં ઉપસ્થિત તેના મિત્રોએ પણ માછલી કાઢવાનાં પ્રયાસ કર્યા પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. તે બાદ પીડિત યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટર એ તેને મૃત જાહેર કર્યો હતો…..