ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુન 2020
આગામી 30 જૂન સુધીમાં આધારકાર્ડ સાથે પરમેનેન્ટ એકાઉન્ટ નંબરને જોડવામાં નહીં આવે તો આવતા મહિનાથી તમારો પેન કાર્ડ નંબર ગેરકાયદેસર ગણાશે.. મતલબ કે આધાર કાર્ડ સાથે ન જોડાયેલા પેન કાર્ડ ની કોઈ વેલ્યુ રહેશે નહીં. ત્યારબાદ તમે કોઈપણ જગ્યાએ પેન કાર્ડ નંબર વાપરી શકશો નહીં.
આયકર વિભાગએ હિન્દુસ્તાનના સર્વે પેન કાર્ડ ધારકોને વિનંતી કરી છે કે તેઓ જલ્દીથી જલ્દી આધાર કાર્ડ સાથે લિંક કરાવે.. ઉલ્લેખનીય છે કે આ 10 મી વાર છે જ્યારે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવાની મુદત લંબાવવામાં આવી છે..
હવે પ્રશ્ન થશે કે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ શા માટે લિંક કરવું??
*આધાર કાર્ડ એટલે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જારી કરેલા બાયોમેટ્રિક ઓળખ પત્ર અને *પેન કાર્ડ એટલે ઈન્કમટેક્સ વિભાગે જારી કરેલો દસ આંકડાનો કરદાતા નંબર.
આ બંનેનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓમાં તેમજ આર્થિક વ્યવહારો કરતી વખતે કરવામાં આવે છે. આથી જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિન્ક કરવામાં નહીં આવ્યું હોય તો પેન કાર્ડ માન્ય રહેતું નથી અને આની અસર રૂપે તમે બેન્કમાં રોકડ વ્યવહારો કરવા કે ખાતું ખોલાવવા વ્યવહારો કરી શકશો નહીં….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com