ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 ડિસેમ્બર 2020
લોકોને જાત જાતના શોખ હોય છે અને ઘણા લોકો તો એટલા ઝનૂની હોય છે કે એનો પૈસા ખર્ચીને પણ સંગ્રહ કરતા હોય છે. વિયેનાના એક વડીલ ઓટ્ટોકર, 80 વર્ષના છે અને આ યુગમાં 80 લક્ઝરી પોર્શ કારના માલિક છે.
ઓટ્ટોકરે મીડિયા ને જણાવ્યું હતું કે પોર્શ કાર પ્રત્યેનો તેમનો પ્રેમ લગભગ 50 વર્ષ પહેલાં શરૂ થયો. તેણે જોયું હતું કે તે જયારે પોતાના ઘરની પાછળના ભાગમા કાર પાર્ક કરે છે. ત્યારે લોકો જોવા માટે થંભી જાય છે. ત્યાંથી જ તેમને કરો વસાવવાનો શોખ જાગ્યો. તેને કારની ગતિથી પ્રેમ થઈ ગયો. પછીનાં વર્ષોમાં તેણે પૈસા બચાવવા માંડ્યા. અને પૈસા ભેગાં થતા જ લેટેસ્ટ કારના મોડલને વસાવવાનું શરૂ કર્યું.
ઓટ્ટોકરે પછી તો ધીરે ધીરે 917, 910 વિંટેજ આઠ સિલિન્ડર એન્જિન સાથે, એક 904 તેના મૂળ એન્જિન સાથે અને ઘણા વર્ષોમાં બાદ 956 નંબરના મોડલ સુધી પહોંચી ગયા. આમ કરતાં કરતાં તેણે ક્યારે 80 પોર્શ કાર ખરીદી તેનો અંદાજો જ ન રહ્યો. તેમણે કહ્યું કે તે દરરોજ જુદી જુદી પોર્શ ચલાવી શકે છે. આ સમાચાર બહાર આવ્યા બાદ પોર્શેએ વડીલને સન્માનિત કર્યા છે.
તેને ફક્ત વાહનો ખરીદવાનો શોખ નથી. તેને વાહન ચલાવવાનો પણ શોખ છે. તેઓએ કાર રાખવા માટે એક મોટું ગેરેજ બનાવ્યું છે. એક આખી ઇમારત છે જેમાં તેઓ માત્ર કાર જ પાર્ક કરે છે. તે તેને પોતાનો 'લિવિંગ રૂમ' માને છે. તેની પાસે એક રેસીંગ કાર પણ છે. આ કાર બનાવનારી કંપની પણ ઓટ્ટોકરનું સન્માન કરયુ છે.
