ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ભારતદેશ પર મુગલ આક્રમણકારીઓના જુલ્મોની ગાથા હૃદય કંપાવે તેવી છે. સૌથી વધુ ક્રૂર મુગલ શાસક ઔરંગઝેબે હિન્દુસ્તાનની પ્રજાને ખૂબ હેરાન કરી હતી. આખા હિન્દુસ્તાન પર પોતાની સલ્તનત જમાવવાનું તેનું સપનું હતું. જે અંગ્રેજોએ પૂરું થવા ન દીધું. વર્ષ 1857માં થયેલી લડાઈમાં ઔરંગઝેબની સલ્તનત નષ્ટ થઈ. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેના વંશના પતનના દિવસો શરુ થઈ ગયા. કહેવાય છે કે પૂર્વજોના પાપ તેના વંશજોએ પણ ભોગવવા પડે છે. આવી જ હાલત અત્યારે ઔરંગઝેબના વંશજોની થઈ છે. ભારતની સંપત્તિ પચાવવાનો જેનો ઈરાદો હતો તેના વંશજો ઝૂંપડાંમાં રહે છે અને લોકોના વાસણ માંજે છે.
શશી થરુરે બ્રિટનને ઝટકો આપ્યો. આ કાર્યક્રમમાં નહી જાય કારણ કે બ્રિટને ભારતનું નાક કાપ્યું છે.
ઇતિહાસ પ્રમાણે 1857ની લડાઈમાં હાર બાદ મુગલોનો અંતિમ શહેનશાહ એટલે કે બહાદુરશાહ ઝફર બચી ગયો. જે ઔરંગઝેબના વંશનો હતો. જેને અંગ્રેજોએ બ્રહ્મદેશના રંગૂનમાં રવાનો કર્યો હતો. ઝફરની ઈચ્છા હતી કે જીવનની અંતિમ ક્ષણમાં તે હિન્દુસ્તાનમાં આવે અને અહીંયા તેની કબર બને. જોકે તેની ઇચ્છા અધૂરી રહી ગઈ. તેનું મોત બ્રહ્મદેશમાં જ થઈ ગયું. તે સમયમાં હિન્દુસ્તાનમાં મુગલ સામ્રાજ્યનો અંત આવી ગયો હતો. તેથી ઝફરના બાળકો, પૌત્રો ઠેકાણે સ્થળાંતરિત થઈ ગયા. કોઈ અમેરિકામાં તો કોઈ બાંગ્લાદેશમાં જતું રહ્યું. જેમાંથી એક પૌત્ર કલકત્તામાં સ્થળાંતરિત થયો. ઝફરના પૌત્ર વિશે વર્ષ 2013માં એક અખબારે માહિતી છાપી હતી. તે સમયે આ પૌત્રનું મરણ થયું હતું. તેની બેગમ સુલતાના જીવતી હતી. તે કલકત્તાની બહારના ભાગમાં ઝુંપડીમાં રહેતી હતી. તેના પતિએ તેને કહી રાખ્યું હતું કે કંઈપણ થાય ભીખ માગતી નહિ, આપણે ઉત્તર ભારત પર રાજ કરનારા મુગલના વંશજ છીએ.
આ સુલ્તાના બેગમના ચાર બાળકો છે. અખબારમાં તેમના વિશે છપાયા બાદ લોકોને ખબર પડી કે તે ઔરંગઝેબના ખાનદાનના છે. તેથી તેમની આસપાસ રહેતા લોકો તેમને ધુત્કારે છે, દ્વેષભર્યું વર્તન કરે છે.
ભાજપની રણનીતિઃ મુંબઈના આ ચહેરાને રાજ્યસભાની ટિકિટ મળી. નજર આ વોટબેંક પર;જાણો વિગત