ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
કોરોનાને કારણે લૉકડાઉનથી માત્ર વ્યવસાય જ નહીં, પરંતુ પારિવારિક જીવનને પણ અસર થઈ છે. વધુ સમય સાથે રહેવાથી ઘણા મુસ્લિમ કુટુંબમાં પરિસ્થિતિ છૂટાછેડા સુધી પણ આવી છે. લોકો માનસિક રીતે પરેશાન થઈ રહ્યા છે. મુસ્લિમ પરિવારો વચ્ચે સંઘર્ષ એટલી હદે વધી ગયો કે તેમને શરિયા કોર્ટમાં જવું પડ્યું છે. જેને દારુલ કાઝા તરીકે ઓળખવામાં આવે છે. માનસિક તણાવમાં, જ્યાં પુરુષો તેમના છૂટાછેડાના હકનો ઉપયોગ કરવા માગે છે ત્યારે મુસ્લિમ મહિલાઓ તેમના ખુલ્લા અધિકારનો ઉપયોગ કરી રહી છે.
જામિયા ઇસ્લામિયા મીરા રોડના મુફ્તી મહંમદ અખ્તર અલી વજીદુલ કાદરીએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે “લૉકડાઉનમાં મુસ્લિમ પરિવારો વચ્ચે મતભેદ હોવાના ઘટસ્ફોટના કારણે ઝઘડા થાય છે. લૉકડાઉનમાં છૂટાછેડાના એક અઠવાડિયામાં 8થી 10 કેસ આવી રહ્યા છે.”
નાગપાડા જંક્શન સ્થિત કે.ડી. શૉપિંગ સેન્ટરમાં ઑલઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા સંચાલિત દારુલ કાઝાની ઑફિસ આવેલી છે અહીં કાઝી-એ-શરિયત મુફ્ત ફૈયાઝ આલમ કાસમીએ આ સંદર્ભે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કોરોનાને કારણે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, એને કારણે લોકોની જિંદગી લૉક થઈ ગઈ છે.”
જો તમે પણ પિત્ઝા પર ભરપૂર ઓરેગાનો નાખતા હોવ તો ચેતી જજો; આ આદત તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે
ઉલ્લેખનીય છે કે લૉકડાઉનમાં ઘરેલુ હિંસાના કિસ્સા પણ અનેક ગણા વધ્યા છે. અગાઉ જ્યાં છૂટાછેડાના ૨૦-૨૫ કિસ્સા બનતા હતા, ત્યાં હવે ૪૦-૫૦ કિસ્સા બને છે.