ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
માં અને પુત્ર વચ્ચે નો પ્રેમ કેટલો ઊંડો હોય છે તે ક્યારેય સમજી નથી શકાતો. હાલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીરગઢ વિસ્તારમાં રહેતા મનુબેન ચૌહાણ નો કિસ્સો ચર્ચાના ચકડોળે ચડયો છે. વાત એમ છે કે આજથી ચાર મહિના પહેલા મંગુબેન નો નાનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. મહેશ નામના પુત્ર નું મૃત્યુ થવાથી તેની માં ને માનસિક આઘાત લાગ્યો. ત્યારબાદ જ્યારે તેની માં ને પુત્ર ની યાદ આવે છે ત્યારે તે સમશાન પહોંચી જાય છે અને પુત્રની ચિતાની રાખ પર સૂઈ જાય છે.
સુપ્રીમ કોર્ટના જે જજ ઓક્સિજન સપ્લાય સુનાવણી કરી રહ્યા હતા તેમને જ કોરોના થયો.
જ્યારથી પુત્રનું મૃત્યુ થયું છે ત્યારથી તેનું વર્તન આવું થઈ ગયું છે. મંગુબેન જ્યારે ઘરે નથી મળતા ત્યારે તેના પરિવારજનો હીરા સમશાન પહોંચી જાય છે. જ્યાં મંગુબેન હાજર હોય છે.
આ વર્તનને માનો પ્રેમ કહી શકાય કે પછી માનસિક સમસ્યા તે કહેવું મુશ્કેલ છે.