ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લેવો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, એને ચાવવામાં અને પચાવવામાં શક્તિનો વ્યય થાય છે. કેટલીક ખાદ્ય વસ્તુઓમાં કૅલરી ખૂબ જ ઓછી હોય છે. વજન ઘટાડવા માટે કૅલરીની માત્રા ઓછી હોવી જોઈએ ઝીરો કૅલરીવાળા ખોરાકને જખોરાક કહેવામાં આવે છે. એને પચાવવા ખર્ચવામાં આવતી ઊર્જા એમાંથી મેળવેલી ઊર્જા કરતાં ઘણી ઓછી હોય છે. આ કારણે એને ખાવાથી કૅલરી તો મળે છે, પરંતુ ચરબીનો સંગ્રહ થતો નથી, ઊલટાનું એ એનર્જી દ્વારા ચરબી દૂર કરે છે.
બાફેલાં શક્કરિયાં

શક્કરિયાં એ બીટા-કેરોટીન, ફાઇબરથી ભરપૂર એક સ્વાસ્થ્યવર્ધક નાસ્તો છે, જે પેટ ભરવાની સાથોસાથ ઘણા જરૂરી પોષણને પણ પૂરા કરે છે. એને શેકીને કે બાફીને ખાવાથી બંને રીતે ફાયદો થાય છે.
ડ્રાય ફ્રૂટ્સ
જો તમે જલદી વજન ઓછું કરવા માગો છો તો નાસ્તામાં ડ્રાય ફ્રૂટ્સ ખાઓ. ઓછી માત્રામાં ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે અને અલગ-અલગ ડ્રાય ફ્રૂટ્સ વિવિધ તત્ત્વોથી ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે પણ જરૂરી છે.
દહીં

કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર દહીં ચરબી જ નથી ઘટાડતું, પરંતુ એમાં સારા બૅક્ટેરિયા પણ હોય છે, જે પેટ સંબંધિત રોગોને પણ દૂર કરે છે. એથી એને હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે.
ચણા
તમે ચણાને પાણીમાં પલાળીને કે શેકીને ખાઈ શકો છો, એ દરેક સ્વરૂપમાં ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. એને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, એના કારણે બિનજરૂરી ખાવાથી બચી શકાય છે.
બીજ

નાસ્તામાં મગઝ, કાળા અને સફેદ તલ, સૂર્યમુખીનાં બીજ, ફ્લેક્સસીડ ખાઓ, જે કંટાળાજનક અને નિસ્તેજ લાગે છે, પરંતુ એમાં રહેલાં ફાઇબર, વિટામિન E, ફૅટી ઍસિડ્સ, મૅગ્નેશિયમ અને ઝિંક ભૂખને શાંત કરીને વજનને નિયંત્રિત કરે છે.
શું તમને પણ આવી આદતો છે? તો ચેતજો, જે તમને બહેરા બનાવી શકે છે; જાણો આદતો