News Continuous Bureau | Mumbai
કોઈ વ્યક્તિની જાણ વગર તેનો કોલ રેકોર્ડ(Call record) કરવો એ ગુનો છે. પરંતુ કોલ રેકોર્ડિંગ એ એક એવી સુવિધા છે જે એન્ડ્રોઇડ ફોનમાં(Android phone) સરળતાથી ઉપલબ્ધ છે. તેથી કોઈપણ વ્યક્તિનો કોલ રેકોર્ડ કરવા લોકો કોલ રેકોર્ડિંગ સુવિધાનો ઉપયોગ કરતા હોય છે. જોકે ટૂંક સમયમાં એન્ડ્રોઈડ ફોનમાં કોલ રેકોર્ડિંગ ફીચર બંધ થઈ જવાનો છે. તેમ જ હવેથી કોઈનો પણ ફોન રેકોર્ડ કરવો હશે તો તેની મંજૂરી આવશ્યક રહેશે.
જો એન્ડ્રોઇડ ફોનમાં પહેલેથી જ કોલ રેકોર્ડિંગ ફીચર હશે તો તમામ કોલ રેકોર્ડ કરી શકાય છે. ગૂગલે(google) સ્પષ્ટ કર્યું છે કે પ્રી લોડેડ કોલ રેકોર્ડિંગ એપ અથવા ફીચરને એક્સેસ કરવાની પરવાનગી ની આવશ્યકતા રહેશે નહીં. કોલ રેકોર્ડ કરવા માટે વ્યક્તિની પરવાનગી આવશ્યક છે.
Google Play Store ની નવી પોલિસી(New policy) હેઠળ રિમોટ કૉલ ઑડિઓ રેકોર્ડિંગ(call audio recording) માટે ઍક્સેસિબિલિટી API નો આગ્રહ કરી શકાશે નહીં. આનો અર્થ એ છે કે એપ્લિકેશનોને કોલ રેકોર્ડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રુ કોલર, ઓટોમેટિક કોલ રેકોર્ડર, ક્યુબ એસીઆર અને અન્ય લોકપ્રિય એપ્સ પ્લે સ્ટોર પર નિષ્ક્રિય થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ સૌથી વૃદ્ધ મહિલાએ દુનિયાને કહ્યું અલવિદા, 119ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ…
જેમની પાસે Xiaomi નો મોબાઈલ છે, તેમને કોઈ વાંધો નહીં આવે.Google Pixel અને Xiaomi આ બંને સ્માર્ટફોન(Smart phone) ડાયલર એપ ડિફોલ્ટ કોલ રેકોર્ડર ધરાવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે યુરોપમાં કોઈની સંમતિ વિના ફોન રેકોર્ડ કરવો એ ગુનો માનવામાં આવે છે. જો કોઈ આમ કરે છે તેઓ કડક યુરોપિયન કાયદા નો સામનો કરવો પડે છે.