લગ્નનો દિવસ કોઈપણ વર-કન્યા માટે ખૂબ જ ખાસ હોય છે. તેની તૈયારી લાંબા સમય પહેલાથી શરૂ થઈ જાય છે જેથી વર અને કન્યા આ દિવસને જીવનભર યાદ રાખે અને તેને ખાસ બનાવવા માટે, તૈયારીઓ અગાઉથી શરૂ દે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લગ્ન મંડપમાં દુલ્હન ઊંઘવા લાગી. જો નહીં, તો આ દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લગ્ન સમારંભ દરમિયાન એક કન્યા સૂઈ જાય છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બેન્ક્વેટ હોલમાં લગ્નની ખુરશી પર બેઠી છે. વરરાજો બાજુમાં બેઠો છે. કદાચ થાકને કારણે તે નિદ્રામાં સરી પડે છે, તેને આજુબાજુ શું થઈ રહ્યુ છે એ પણ ખ્યાલ રહેતો નથી. આ પછી વરરાજા તેને હળવો હાથ મારીને જગાડે છે. જે બાદ તેની ઊંઘ તૂટી જાય છે. તેની હાલત જોઈને સમજી શકાય છે કે તે ખૂબ જ થાકી ગઈ હશે.
આ સમાચાર પણ વાંચો : હેલ્થ સેક્ટરમાં Dozeeનું ઇનોવેશન, જાણો કંપનીએ કેવી રીતે બદલ્યું પેશન્ટ મોનિટરિંગ