News Continuous Bureau | Mumbai
બાબા વિશ્વનાથના શહેર વારાણસી(Varanasi)માં કાશી વિશ્વનાથ(kashi Vishvanath) મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Case) અને શ્રૃંગાર ગૌરી કેસની યોગ્યતા અંગેની સુનાવણી આજે એટલે કે બુધવારે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં આજે (બુધવારે) ત્રણ કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. મુસ્લિમ પક્ષે એટલે કે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી(Anjuman Intejamia Masjid Committee)એ વાદીઓની દલીલો(Argument) પર તેની વળતી દલીલ રાખી હતી. હાલમાં ડિસ્ટ્રીક્ટ જજ(district Judge court)ની કોર્ટમાં અનેક તારીખોથી ચાલી રહેલા ઓર્ડર-7 નિયમ-11 અંગે બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે-બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું-દક્ષિણ મુંબઈના તમામ ગણપતિના દર્શન કરાવશે- તમે પણ જવા માંગો છો- જાણો બસનો કાર્યક્રમ અહીં
હવે 12 સપ્ટેમ્બરે કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય આપશે. તે દિવસે નિર્ણય લેવામાં આવશે કે આ મામલે વધુ સુનાવણી થશે કે નહીં. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર વારાણસીના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં કેસની યોગ્યતા પર સુનાવણીમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી.
Join Our WhatsApp Community