News Continuous Bureau | Mumbai
બેસ્ટ પ્રશાસને(BEST administration) મુંબઈ શહેરના ગણેશોત્સવને(Ganeshotsav) લોકો સુધી પહોંચાડવા માટે એક અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે. આ ઉપક્રમ મુજબ 31 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ઉત્સવના કાર્યક્રમને વેગ મળે તે માટે બેસ્ટ ખાસ બસો દોડાવશે. આ બસ માત્ર અને માત્ર ખ્યાતનામ ગણેશોત્સવ મંડળોની(Ganeshotsava Mandals) વિઝીટ કરાવશે. આ બસમાં ફોર્ટ, ગીરગામ, ખેતવાડી, લાલબાગ, ભાયખલા જેવા અનેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન(Tourist destination) જોડવામાં આવ્યા છે. જોકે આ સુવિધા રાત્રિના સમયે કાર્યરત રહેશે.
રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પ્રતિ એક કલાકે એક બસ દોડશે. આ બસની શરૂઆત ગેટવે ઓફ ઇન્ડિયા(Gateway of India) થી થશે અને ત્યાંથી નરીમન પોઇન્ટ(Nariman Point), મરીન ડ્રાઈવ, મહર્ષિ કર્વે રોડ(Maharshi Curve Road), ગીરગાંવ ચર્ચ, પ્રાર્થના સમાજ, તાડદેવ, મુંબઈ સેન્ટ્રલ, ભાયખલા જીજામાતા ઉદ્યાન, લાલબાગ, ફરી એકવાર ભાયખલા, ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ અને મરીન લાઈન્સ(Mumbai Central and Marine Lines) થઈને મેટ્રો સિનેમાના(Metro Cinema) રૂટથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી દોડશે.
આ સમાચાર પણ વાંચો : તો હોટલોમાં હવે જમવાનું પાર્સલ સ્ટીલ ના ડબ્બા માં મળશે- BMCએ આપ્યો હોટલોને આ નિર્દેશ- જાણો વિગત
આ ડબલ ડેકર બસ નું(Double Decker Bus) ભાડું ગ્રાઉન્ડ સીટીગ માટે 75 રૂપિયા અને ઉપરના ડેક માટે 150 રૂપિયા આંકવામાં આવ્યું છે.
વધુ તપાસ માટે બેસ્ટ ની હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકાય છે.
૧૮૨૨૭૫૫૦
૦૨૨-૨૪૧૯૦૧૧૭