News Continuous Bureau | Mumbai
આંધ્રપ્રદેશ(Andra Pradesh)માં તિરુપતિ(Tirupati) પાસે ચંદ્રગિરી બાયપાસ રોડ (Chandragiri Bypass Road) પાસે અકસ્માત થયો હતો. બેન્ઝ કાર(Benz car) અને ટ્રેક્ટર(Tracktor) વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રેક્ટરના એન્જિન(Tracktor Engine)ના બે ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ છે. આ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અંગે એક કેસ પણ નોંધવામાં આવ્યો છે. અકસ્માત(Road Accident)ના પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક પણ જામ(Traffic Jam) થયો હતો. બાદમાં ટ્રેક્ટરને બાજુમાં મુકીને ટ્રાફિકની અવર-જવર શરૂ કરવામાં આવી હતી.
Crazy! A speeding Mercedes Benz rammed into a tractor, breaking it into two. The driver of the tractor carrying sand was injured while the car occupant escaped unhurt. #Andhraprdesh pic.twitter.com/Zoa3Tg2JGZ
— Ashish (@KP_Aashish) September 27, 2022
અકસ્માત રાનીગુનતા-ચિત્તુર બાયપાસ પર અકસ્માત થયો હતો. બેન્ઝ કાર તિરુપતિથી ચિત્તોર તરફ જઈ રહી હતી અને ટ્રેક્ટ રોંગ સાઈડે આવતા બંને અથડાયા હતા. મર્સિડીઝ કાર(Mercedes Car)ને વધુ નુકસાન થયું ન હતું. જોકે અંદર બેઠેલા કોઈ વ્યક્તિને ઇજા થઈ નહોતી. અકસ્માતમાં ટ્રેકટરના એન્જિનના બે ટુકડા થઈ ગયા હતા. ટ્રેક્ટર ટ્રોલી(Tractor tolly)થી અલગ પડી ગયું હતું. ટ્રેક્ટરનું એન્જિન સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું અને તેના કેટલાક ભાગ રોડ પર છુટાછવાયા પડ્યા હતા. ટ્રોલી પણ રોડ પર ઉંધી વળી ગઈ હતી. ટ્રેક્ટરના ડ્રાઈવરે ઈજા થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : એ હાલો- મુંબઈગરાઓએ મરીન ડ્રાઇવ પર બોલાવી ગરબાની રમઝટ- બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વિડિયો- તમે પણ જુઓ
બેન્ઝના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતમાં ટ્રેક્ટરના એન્જિનના બે ટુકડા થતા જોઈને સ્થાનિકોને પણ નવાઈ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માતના સમયે બેન્ઝની સ્પીડ ૧૦-૧૨૦ કિમીની હતી. અકસ્માતની માહિતી મળ્યા પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી