ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ.14 એપ્રિલ 2021.
બુધવાર.
દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કારણે આંશિક લોકડાઉન કે વીક એન્ડ લોકડાઉન લાગુ કરાયું છે, તો વળી કેટલાક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું લગાડવામાં આવ્યો છે .ત્યાં જ લોકોને પ્રશ્ન ઉદ્ભવે છે કે, લોકડાઉન દરમિયાન ટ્રેન ચાલશે કે નહીં ચાલે? પરંતુ રેલવે પ્રશાસને એનો જવાબ આપી દીધો છે.
મધ્ય રેલવેએ પોતાના ટ્વિટર દ્વારા લોકોને જણાવ્યું છે કે, ગભરાવાની જરૂર નથી જે પ્રમાણે ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે ટ્રેન તેમના સમય અનુસાર ચાલશે જ. રેલવે દ્વારા નિયમિત રીતે સમર સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ટ્રેનમાં પ્રવાસ કરનાર પ્રવાસીએ કોવિડ 19 ના નિયમો અને તેના માપદંડનુ પાલન કરીને કન્ફર્મ ટિકિટ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
દેશમાં સંપૂર્ણ લોકડાઉનનો હાલ કોઈ જ વિચાર નથી. નાણામંત્રી નિર્મલા સીતારામન નું નિવેદન. જાણો વિગત.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની અટકળો પર મુંબઈમાં પરપ્રાંતીય લોકો પોતાનો સામાન ઉઠાવી ને પોતાના વતન પાછા ફરવા રેલ્વે પ્લેટફોર્મ પર ભીડ કરતા દેખાયા હતા. આ સંદર્ભે મુંબઈના મોટા મોટા ટરમીનલ સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ નું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
