ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
માર્ચ- એપ્રિલ મહિનો સામાન્ય રીતે પરીક્ષા નો ગાળો ગણાતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારી ફેલાયા બાદ દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું છે ત્યારથી દેશભરના તમામ વિદ્યાર્થી ઓ અવઢવ માં છે કે ફાઇનલ એક્ઝામ ક્યારે લેવાશે!?
તો આજે યુજીસીએ જાહેર કર્યા મુજબ યુનિવર્સિટીઓ સપ્ટેમ્બર 2020 માં ઓફલાઈન એટલે કે પેન અને પેપર વડે અથવા તો ઓનલાઈન અને ઑફ લાઈન બંને રીતે ટર્મિનલ્સ એક્ઝામ લેશે.
આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ બાબતોના સચિવને પાઠવેલા પત્રમાં યુનિવર્સિટી તેમજ શાળાઓને પરીક્ષા યોજવા માટે મંજૂરી આપ્યા બાદ કર્યો છે.. જેમાં આરોગ્ય મંત્રાલયે જણાવેલા તમામ પગલાઓ ને અનુસરવાની તાકીદ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખી પરીક્ષાઓનું આયોજન કરવાની મંજૂરી મળી છે.
ઉલ્લેખનીય છે કે શાળા કોલેજો અને યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા યુ.જી.સી દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા પ્રમાણે યોજવી જરૂરી છે.. મહત્વનું છે કે ગુજરાતમાં પણ અંતિમ વર્ષની પરીક્ષા ને લઇ શિક્ષણ વિભાગે તૈયારીઓ આરંભી દીધી છે જેની જાહેરાત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ટૂંક સમયમાં કરશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com