ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
કોરોના વાયરસના લોકડાઉન ને કારણે છેલ્લા 4 મહિનાથી રાજ્યની શાળા તથા કોલેજો બંધ છે. રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 2 માં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં છૂટ આપવામાં આવી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ રાજ્યની યુનિવર્સિટી તથા તેની સાથે સંકળાયેલી કોલેજોની શૈક્ષણિક કાર્યવાહી સપ્ટેમ્બરથી શરૂ કરવાની વિચારણા કરી રહી છે.
કોલેજો શરૂ કરવાને લઈને યુ.જી.સી. દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત હવે કોલેજોમાં 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઇન રાખવાની સાથે જ દરેક કોલેજો અને યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ કલાસરૂમ અને વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા ફરજિયાત ઉભી કરવી પડશે, આની સાથે દરેક યુનિવર્સિટીમાં કોવિડ-19 નો ખાસ સેલ પણ ઉભો કરવાનો રહેશે. આ સાથે જ લેબોરેટરી અથવા પ્રેક્ટીકલ પ્રયોગ માટે વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ લેબોરેટરીનો ઉપયોગ કરવાનો રહેશે. તમામ યુનિવર્સિટીઓએ વર્ચ્યુઅલ કલાસરૂમ અને વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉભી કરવી પડશે.
આમ કોરોના કાળમાં યુ.જી.સી.ની એ ખાસ ગાઈડલાઈન મુજબ અભ્યાસક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. બીજીબાજુ તમામ કોલેજો ખોલ્યા પછી પણ બધા જ વર્ગો ફિઝિકલી લેવામાં નહીં આવે. તમામ શિક્ષકો એ 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઈન અને બાકીનો અભ્યાસક્રમ વર્ગોમાં ભણાવવાનો રહેશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com