ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
આજકાલ સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને વોટ્સએપ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાય છે કે અમુક બદમાશો ચાકુ દેખાડીને એક ગાડી વાળાને લૂંટી રહ્યા છે. તેની સાથે એક મેસેજ પણ ફરી રહ્યો છે જેમાં કહેવાયું છે કે “નાશિક – સુરત (સાપુતારા હાઇવે) પર એકલા જતા હોવ તો સંભાળ જો ત્યાં લૂંટપાટ થઈ રહી છે.”
જોકે, ન્યુઝ કન્ટિન્યુઝની ટીમ દ્વારા જયારે આ વિડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી તો જણાયું કે આ વિડિયો સાપુતારા હાઈવેનો નહિ, પરંતુ ઉદયપુરનો છે. આ ઘટના બડી લેક વિસત્રમાં ૧૨ જૂનના રોજની છે આ મામલે ઉદયપુર પોલીસે તુરંત જ કાર્યવાહી કરી હતી અને આ મામલે અંબામાતા (પ્રદેશ)માં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને તાત્કાલિક પકડવા માટે 10 ટીમો બનાવવામાં આવી હતી. 3 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.
વાહ! દેશના જવાનોનું દેશની માટી પ્રત્યેનું સમર્પણ; ખેડૂતનો બગડતો પાંચ ટન માલ બજારભાવે ખરીદ્યો
ઉલ્લેખનીય છે કે વોટ્સએપ અવારનવાર ફેલાતા આવા ફેક મેસેજને કારણે લોકો ગેર માર્ગે દોરાઈ રહ્યા છે. રાજસ્થાનમાં આ પ્રકારના ગુનાનું પ્રમાણ વધ્યું છે. ગયા મહિને, ભરતપુરમાં છડેચોક એક ડૉક્ટર દંપતીને ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ 5 જૂને હનુમાનગઢમાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો. હવે ઉદયપુરની આ ઘટના સામે આવી છે, જેને જોઈને કોઇ પણ ચોંકી જશે.
ઉદયપુરની ચોરીની ઘટનાના નામે સાપુતારા થઈ રહ્યું છે બદનામ; વાયરલ થઈ રહેલા વિડિયોને જુઓ અને જાણો તેની પાછળની હકીકત#gujarat #udaypur #theft #viralvideo #reality pic.twitter.com/RMQJSNaxqu
— news continuous (@NewsContinuous) June 15, 2021