ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
સોશિયલ મીડિયા ઉપર લોકો અજબ-ગજબ વાતો શૅર કરતા હોય છે. આવા કિસ્સા ઝડપથી વાયરલ થઈ જાય છે. ઉપરથી લોકોની જાતજાતની કૉમેન્ટ્સ પણ એટલી જ ગજબની હોય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અમેરિકાની એક યુવતીએ યુવકને ઘોડો બનાવ્યો અને તેના ઉપર બેસી ગઈ છે. આવું તેણે ખાનગીમાં નહીં, પણ જાહેરમાં રેલવે સ્ટેશન પર કર્યું છે.
ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે
ટિકટૉક પર એક યુઝરે ઍકાઉન્ટમાં આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પર હજારો લોકોએ કૉમેન્ટ્સ કરી છે. અમેરિકાના મેનહેટનમાં એક્સેસ સ્ટ્રીટ નામના રેલવે સ્ટેશન પર એક યુવતી ઊભી છે અને છોકરાને બૉય ચૅર બનાવીને તેના ઉપર બેસી ગઈ છે. કોઈએ લખ્યું કે કદાચ આ છોકરીના પગમાં તકલીફ હોઈ શકે તેથી આવું કર્યું હશે, તો ઘણા લોકોએ છોકરીની આલોચના કરી. કોઈએ કહ્યું કે છોકરીએ વાયરલ થવા માટે જાણીજોઈને આવો વીડિયો ઉતાર્યો હશે.
Omg girl using boy as a chair person has a tik Tok pic.twitter.com/lnVXSZRPbz
— melodawg (@melodawgs) September 18, 2021