ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુલાઈ 2020
વિજય માલ્યા પર ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા લઈને વિદેશ ભાગી જવાના આરોપો લાગ્યા છે. આ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બેંકની ફરિયાદ પર માલ્યાની હજારો કરોડ રૂપિયાની મિલકતોને જપ્ત કરી લીધી છે. વિજય માલ્યા એ ફરી એકવાર બેન્કની લોન ભરપાઈ કરવાની રજૂઆત કરતા કહ્યું છે કે હું 14,000 કરોડ રૂપિયાનું ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ કરવા વિનંતી કરું છું. તેના બદલામાં મારા પર થયેલા તમામ આરોપો અને કેસ પરત લઈ લેવાં ભારત સરકાર ને પણ વિનંતી કરું છું". સાથે જ ઉમેંર્યું હતું કે "બેંક ભારતીય કરદાતાઓના નાણા બ્રિટનમાં કાનૂની જંગ પાછળ બરબાદ કરી રહી છે. આના કરતાં તો તેમની પાસેથી નાણા વસૂલી લેવામાં આવે તે સારું છે. તેઓ લોન ભરપાઈ કરવા તૈયાર છે."
અહીં એક વાત ઉલ્લેખનીય છે કે, બ્રિટનની વડી અદાલતે માલ્યાના લંડનના બેન્ક ખાતામાં રહેલા 2 લાખ 60 હજાર પાઉન્ડ જપ્ત કરવાના વચગાળાના આદેશને ફગાવી દીધા બાદ માલ્યાએ ફરી આ વાત કરી છે. પરંતુ હજુ સુધી ED એ આ ઑફર અંગે કોઈ ઑફર આપી નથી. જ્યારે સરકાર માલ્યાની આ ઓફર અંગે બહુ ખુશ નથી જણાતી. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટને માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી દીધી છે અને હવે છેલ્લી મંજૂરી લેવાની બાકી છે…
કઈ બેન્કના કેટલાં નાણાં ડૂબેલાં છે
બેન્ક રકમ રૂ(કરોડમાં)
એસબીઆઈ 1600
પીએનબી 800
આઈડીબીઆઈ 800
બીઓઆઈ 650
બીઓબી 550
યુનાઈટેડ બેન્ક 430
સેન્ટ્રલ બેન્ક 410
યુકો બેન્ક 320
કોર્પોરેશન બેન્ક 310
આઈઓબી 140
ફેડરલ બેન્ક 90
અન્ય બેન્ક 100
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com