News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીમાંથી(Covid19 Outbreak) બહાર નીકળ્યા બાદ દેશના અર્થતંત્રની(Indian Economy) ગાડી પાટી પર ચઢી છે, એ સાથે જ વિદેશમાં(Foreign) નોકરી અને ભણવા(Job and studies) માટે જનારા ઈચ્છુકોની સંખ્યામાં વઘારો થયો છે. દેશમાં પાસપોર્ટની અરજીમાં(Passport application) કરવાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે દેશના અનેક સેન્ટરોમાં અરજીનો વધારો થવાની સામે કર્મચારીઓની(employees) અછત વર્તાઈ રહી છે. ગુજરાતના(Gujarat) અનેક સેન્ટરમાં હાલત એવી છે કે અપોઈન્ટમેન્ટ(appointment) મેળવવા માટે પણ 20 દિવસની રાહ જોવી પડી રહી છે.
હાલ ગુજરાતના વડોદરા(Vadodara), અમદાવાદ(Ahmedabad) સહિતના અનેક રાજ્યોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રમાં (PSK) માં અરજીઓનો ધસારો થયો છે. અપોઈન્ટમેન્ટ મેળવવા ઈચ્છતા લોકો માટે અગાઉ બે દિવસની સામાન્ય રાહ જોવી પડતી હતી, તે સમયગાળો 15થી 20 દિવસનો થઈ ગયો છે.
અમદાવાદના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં(Passport Service Centre), આગામી તત્કાલ પાસપોર્ટ(Instant passport) માટે આગામી ઉપલબ્ધ અપોઈન્ટમેન્ટ (સોમવારે સાંજે 4 કલાકે છેલ્લે કરવામાં આવેલી તપાસ પ્રમાણે) 8મી ઓગસ્ટના રોજ છે. અમદાવાદનાં રેગ્યુલર પાસપોર્ટ(Regular passport) મેળવવા માગતા અરજદારો પાસે 5 ઓગસ્ટ જ્યારે વડોદરાના અરજદારો પાસે 3 ઓગસ્ટ સુધી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.
કોવિડ-19ના પ્રતિબંધો(Covid19 restriction) હળવા કરાયા બાદ પાસપોર્ટ એપ્લિકેશનની(passport application) સંખ્યામાં વધારો થયો છે. સમગ્ર દેશમાં સમાન ટ્રેન્ડ જોવા મળ્યો હતો, દિલ્હીમાં પહેલી ઉપલબ્ધ તારીખ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં હતી જ્યારે મુંબઈવાસીઓ પહેલી સપ્ટેમ્બર પહેલા સ્લોટ બૂક કરી શકતા નથી.
રીજનલ પાસપોર્ટ અધિકારીના(Regional Passport Officer) કહેવા મુજબ સામાન્ય રીતે તેમને મહિનામાં મળતી 40 હજાર અરજીઓની સામે, આ વર્ષના જાન્યુઆરીથી સરેરાશ 55 હજાર અરજીઓ મેળવી રહ્યા છે. કોવિડ નિયંત્રણો હળવા કરાતાં, છેલ્લા કેટલાક મહિનામાં વિદેશ જતાં વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
વડોદરાના પાસપોર્ટ સેવા કેન્દ્રના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક મહિનામાં એપ્લિકેશનની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે અને સેંકડો પેન્ડિંગ છે. ત્યાં પણ સ્ટાફની અછત છે. 'બે વર્ષના વિરામ બાદ લોકો ફરી મુસાફરી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો વર્ક વિઝા પર વિદેશમાં જઈ રહ્યા છે અને તેથી એપ્લિકેશનની સંખ્યા પણ વધી છે', તેમ સૂત્રોએ કહ્યું હતું.