ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 ડિસેમ્બર 2020
દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ના વડા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અને પૂત્રવધુ એટલે કે આકાશ અને શ્લોકોએ પોતાના પુત્રનું નામકરણ કર્યું છે. અંબાણી પરિવારે ઘરના નવા સભ્યનું નામ જાહેર કર્યું છે. આકાશ અને શ્લોકાના પુત્રનું નામ ‘પૃથ્વી આકાશ અંબાણી’ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 10 ડિસેમ્બરના રોજ આકાશ પિતા બન્યા હતા.
આકાશના દીકરાનું નામ પૃથ્વી રાખવા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે કે મુકેશ એંબાણી જ્યારે પિતા બન્યા હતાં અને તેમને આ સમાચાર જ્યારે મળ્યા ત્યારે તેઓ વિમાનમાં સવાર હતાં. તેમને પોતાના પુત્રના જન્મની જાણ થઈ ત્યારે તેઓ વિમાન એટલે કે આકાશમાં હતાં. માટે જ તેમણે પોતાના પુત્રનું નામ આકાશ અંબાણી રાખ્યું હતું. ત્યારે હવે લોકો કંઈક આવુ જ કનેક્શન ફરી એકવાર જોડી રહ્યાં છે. દાદા મુકેશ અંબાણીને પોતાના પૌત્રના જન્મની જાણ થઈ ત્યારે તેઓ જમીન પર જ હતાં. માટે આકાશ-શ્લોકા અંબાણીના પુત્રનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે. જોકે આવી કોઈ જ વાત કે તેની પાછળના કારણ પર અંબાણી પરિવાર તરફથી કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
