News Continuous Bureau | Mumbai
યોગ ગુરુ બાબા રામદેવ(Yoga Guru Baba Ramdev) અવાર નવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને(controversial statement) કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષે બાબા રામદેવે એલોપેથી અને ડોક્ટરો(Allopathy and Doctors) પર આપેલા નિવેદનને લઈને તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે સુપ્રીમ કોર્ટે(Supreme Court) આ મામલે રામદેવ પર સવાલ ઉઠાવ્યા છે.
સાથે સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે બાબા રામદેવ અન્ય ચિકિત્સા પદ્ધતિનો દુરુપયોગ(Misuse of other medical methods) કેવી રીતે કરી શકે છે? કોર્ટ જાણવા માંગે છે કે તે કેવી રીતે ખાતરી આપી શકે કે તે તમામ રોગોનો ઈલાજ કરી શકે છે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ બાબા રામદેવ દ્વારા એલોપેથી વિરુદ્ધ આપવામાં આવેલી જાહેરાત પર અરજી દાખલ કરી છે, જેના પર કોર્ટે ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને નોટિસ પાઠવીને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મથુરામાં કલેક્ટરે પહેરેલા ચશ્મા લઈને વાંદરો ભાગ્યો- આ રીતે પાછા મળ્યા-જુઓ રસપ્રદ વિડીયો
એલોપેથિક દવાઓ(Allopathic medicines) અને રસીકરણ(Vaccination) વિરુદ્ધ બાબા રામદેવની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(Chief Justice of India) એ કહ્યું કે, બાબા રામદેવને શું થયું છે ? યોગને લોકપ્રિય બનાવવા બદલ અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ તેઓ સારવારની અન્ય રીતો પર આવી રીતે સવાલ ઉઠાવી શકે નહીં. તેમને બીજાની ટીકા કરવાથી દૂર રહેવું જોઈએ.