ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
આ સંખ્યા ‘6174’ જોવાથી તો સામાન્ય નંબર જ લાગે છે. પરંતુ આ સંખ્યા એક મેજીકલ નંબર છે. વર્ષ 1949થી લઈને અત્યાર સુધી દુનિયાભરના લોકો માટે આ નંબર એક કોયડો બની ગયો છે… ભારતીય ગણિતજ્ઞ દત્તાત્રેય રામચંદ્ર કાપ્રેકરને સંખ્યા સાથે પ્રયોગ કરવાનું ઘણું પસંદ હતું. તેમના ગણિતનાં આ પ્રયોગના કારણે તેમનો પરિચય રહસ્યમયિ સંખ્યા 6174 થી થયો હતો.
આ સમજવા માટે જોવા પડશે કેટલાક તથ્ય. આખરે 6174 જાદુઈ સંખ્યા કેમ કહેવામાં આવે છે ?
ઉદાહરણ તરીકે, કોઈપણ અંકનું પુનરાવર્તન ન થાય તે ધ્યાનમાં રાખીને કોઈપણ 4 અંકોની પસંદગી કરો.
ચાલો ઉદાહરણ તરીકે 1234 લઈએ.
ઉતરતા ક્રમમાં નંબર લખો: 4321
હવે ચડતા ક્રમમાં લખો: 1234
હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરો:
4321 – 1234 = 3087
હવે પરિણામ ફરીથી ઘટતા અને વધતા જતા ઓર્ડરમાં લખો.
3087
અંકોને ઘટતા ક્રમમાં મૂકો: 8730
હવે તેમને ચડતા ક્રમમાં મૂકો: 0378
હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરો:
8730 – 0378 = 8352
પરિણામમાં મળેલ સંખ્યા સાથે ઉપરોક્ત પ્રક્રિયાઓનું પુનરાવર્તન કરો.
8532 – 2358 = 6174
ચાલો આ પ્રક્રિયાને 6174 સાથે પુનરાવર્તિત કરો.
7641 – 1467 = 6174
અંતમાં પહોંચી ગયા છીએ અને પ્રક્રિયાને પુનરાવર્તિત કરવાનો કોઈ અર્થ નથી કારણ કે અમને એકમાત્ર પરિણામ મળશે: 6174
@ ચાલો હવે કોઈ બીજી સંખ્યા 2006 લઈએ. ઉપરની રીતે ફરી કરીએ તો..
6200-0026=6174
@ જો તમે કોઈ પાંચ અંકોની સંખ્યા લો , દા.ત, 11111 તો તમે તેને બે અને પછી ત્રણ અંકો (11 + 111) માં વહેંચી શકો છો.
મુંબઈ વિશ્વ વિદ્યાલયમાં ભણેલા રામચંદ્ર કાપ્રેકરની આ શોધની ચર્ચા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થતી હતી. વર્ષ 1970ના દાયકામાં એમેરિકાના બેસ્ટ સેલિંગ લેખક અને ગણિતમાં રુચિ રાખનાર માર્ટિન ગાર્ડરે પણ રામચંદ્ર વિષે એક લોકપ્રિય સાયન્સ મેગેઝીન ‘સાઇટિફિક અમેરિકા’માં આર્ટિકલ લખ્યો હતો. આજે કાપ્રેકરે અને તેના સંશોધનને માન્યતા મળી ગઈ છે. દુનિયાભરના ગણિતજ્ઞ આ પર સંશોદન કરી રહ્યા છે.