વુમનિયા કંઈપણ કરી શકે છે.. મેગી ભજીયા પછી હવે પકોડાનું એક વિયર્ડ ફૂડ કોમ્બિનેશન, શું તમે ટ્રાય કરશો? જુઓ વાયરલ વિડીયો

આજકાલ સ્ટ્રીટ ફૂડ સાથે એટલા બધા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે કે, લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે શું ખાવું? અને શું ન ખાવું? આ એક્સપેરિમેન્ટલ સ્ટ્રીટ ફૂડ કોઈકવાર લોકોની જીભે વળગી જાય છે તો કોઈકવાર આકરી ટિકાઓનો શિકાર બને છે

by Dr. Mayur Parikh
Woman dips chocolate in gram flour and fries it to make pakodas, internet disgusted

News Continuous Bureau | Mumbai

આજકાલ સ્ટ્રીટ ફૂડ સાથે એટલા બધા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે કે, લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે શું ખાવું? અને શું ન ખાવું? આ એક્સપેરિમેન્ટલ સ્ટ્રીટ ફૂડ કોઈકવાર લોકોની જીભે વળગી જાય છે તો કોઈકવાર આકરી ટિકાઓનો શિકાર બને છે. દરમિયાન આવા જ એક અજીબોગરીબ ફૂડ એક્સપરિમેન્ટનો વીડિયો ઇન્ટરનેટ ( internet ) પર વાયરલ થઈ રહ્યો છે. જેને યુઝર્સ પચાવી શક્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by RJ Rohan (@radiokarohan)

આ વિડિયોમાં એક મહિલા ડેરી મિલ્ક ચોકલેટના ( chocolate  ) બે પેકેટ ખોલીને ચણાના લોટના ( gram flour  ) બેટરમાં બોળી દે છે. તે પછી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેમને તેલમાં ડીપ ફ્રાય કરે છે. જેમ-જેમ વીડિયો આગળ વધે છે, તેમ-તેમ તે પકોડા પ્લેટમાં આવે છે, તેના પર મસાલા છાંટી અને તેને લીલી ચટણી સાથે સર્વ કરે છે. અંતમાં, એક માણસ લીલી ચટણી સાથે આ ચોકલેટ પકોડાનો સ્વાદ લે છે. આ વીડિયો જોઈને પકોડાના ચાહકો ગુસ્સે થઈ ગયા છે. તો કેટલાક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  સતત ત્રીજાદિવસે શેરબજારમાં કડાકો, વૈશ્વિક દબાણ સામે આટલા સેન્સેક્સ નિફ્ટી તૂટીને ખૂલ્યા 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More